પાટણમાં સર્જાયો ત્રિપલ અકસ્માત, બે બસ વચ્ચે ઇકોનું પડીકું વળી ગયું- જુઓ કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો

Accident in Patan: રાજ્યમાં અકસ્માતના બનાવોમાં ખુબ જ મોટો ઉછાળો દેખાઈ રહ્યો છે. ત્યારે હવે પાટણ જિલ્લા (Accident in Patan)ના હાઇવે માર્ગ ઉપર છેલ્લા કેટલાક…

Accident in Patan: રાજ્યમાં અકસ્માતના બનાવોમાં ખુબ જ મોટો ઉછાળો દેખાઈ રહ્યો છે. ત્યારે હવે પાટણ જિલ્લા (Accident in Patan)ના હાઇવે માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ (Shankeshwar Panchasar) પર બે લક્ઝરી અને ઇકો ગાડી વચ્ચે ભયંકર ત્રીપલ અકસ્માત (Triple Accident) સર્જાતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું અને સાથે તેમજ છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

મહત્વનું છે કે, આ ત્રીપલ અકસ્માતની મળતી હકીકત અનુસાર,રાજસ્થાનના સુંધામાતાના દર્શન કરી પાછા ફરી રહેલ પઢાર પરિવાર પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન  માર્ગ પરથી પસાર થઈ રહેલ બે લક્ઝરી અને ઈકો ગાડી વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા ઇકો કારમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. તો અન્ય છ જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બાવળા લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતમાં મૃત્યુ પામનારનું નામ ગલાબભાઈ મગનભાઈ પઢાર છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ લોકોમાં પઢાર સોમીબેન ગલાબભાઈ, કંચનબેન ગલાબભાઈ, રસીલાબેન ગલાબભાઈ, ટીનુબેન ગલાબભાઈ. જમાઈ અલકેશ ભાઈ, ભરભભાઈનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસર માર્ગ પર થયેલા ત્રીપલ અકસ્માતની જાણ પોલીસ સહિત આસપાસના લોકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તો પોલીસ દ્વારા મૃતકનું પંચનામું કરી તેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *