ગમખ્વાર અકસ્માતમાં ટ્રકે 2 બાઈક ચાલકોને કચડ્યા, બંનેના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): દાહોદ(dahod) નજીક મધ્યપ્રદેશ(MP)ના બામનિયા(bamniya)માં દિલ્હી-મુંબઇ રેલવે ટ્રેક(Delhi-Mumbai Railway Track) પર ગુરુવારના રોજ સવારે ગમખ્વાર અકસ્માત(accident) સર્જાયો હતો. જેમાં 2 લોકોનાં મોત થયાં હતાં. દિલ્હી-મુંબઇ…

ગુજરાત(Gujarat): દાહોદ(dahod) નજીક મધ્યપ્રદેશ(MP)ના બામનિયા(bamniya)માં દિલ્હી-મુંબઇ રેલવે ટ્રેક(Delhi-Mumbai Railway Track) પર ગુરુવારના રોજ સવારે ગમખ્વાર અકસ્માત(accident) સર્જાયો હતો. જેમાં 2 લોકોનાં મોત થયાં હતાં. દિલ્હી-મુંબઇ રેલવે ટ્રેક પર દાહોદ નજીક મધ્યપ્રદેશના બામનિયામાં અકસ્માતમાં 2 લોકોનાં દર્દનાક મોત થયાં હતાં. ફાટક બંધ હોવાને કારણે બાઇક સવાર ખૂલવાની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન રતલામ બાજુથી આવેલી ટાઇલ્સ ભરેલી ટ્રક બાઇક સવારોને અડફેટમાં લઇ ફાટક તોડી ટ્રેક પર પહોંચી ગઈ હતી. જેમાં કરવડ ગામની મનોરમા સુભાષચંદ્ર ભંડારી અને રામપુરિયાના કાળુ ડોડિયારનું કરુણ મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, ઘાયલ સુભાષચંદ્ર ભંડારીને વડોદરા લઇ જતી સમયે રસ્તામાં મોત થયું હતું. પોલીસ દ્વારા ચાલકની ધરપકડ કરી લેવામાં આવી હતી. ટ્રક તેજ ગતિમાં હોવાથી ચાલકે કાબૂ ગુમાવી દેતા દર્દનાક અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે, તેમ DySP સોનુ ડાવરે જણાવતા કહ્યું હતું.

સમગ્ર ઘટનાને પગલે રેલવે વ્યવહાર 4 કલાક માટે ખોરવાય ગયો હતો અને લોકોએ 3 કલાક ટ્રેક પર ધરણાં કર્યાં હતાં. રતલામ રેલવે મંડળના ડીઆરએમ રજનીશકુમાર, કલેક્ટર રજનીશસિંહ, એસપી અગમ જૈન સહિતના અધિકારી દોડી ગયા હતા અને લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. ક્રેઇનની મદદથી ટ્રકને દૂર કરી રેલવે ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો હતો.

વડોદરા આવતી 9 ટ્રેન મોદી, 10 હજાર યાત્રીને પડી મુશ્કેલી:
અમે તમને જણાવી દઈએ કે, રતલામાં રેલવે ડિવિઝનમાં ફાટક પાસે ગમ્ખાવ્ર અકસ્માત થતાં અનેક ટ્રેનો મોડી પડી હતી, જે પૈકી વડોદરા આવતી 9 ટ્રેનો મોડી પડી હતી, જેના લીધે 10 હજાર રેલ મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, બાન્દ્રા-દહેરાદૂન, અમદાવાદ-ગોરખપુર, વડોદરા-કોટા, વેરાવળ-ઇન્દોર, પટણા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન, રતલામ-દાહોદ મેમુ, કાનપુર-બાન્દ્રા અને વારાણસી-ગાંધીનગર કેપીટલ ટ્રેનો મોડી પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *