કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં થયો મોટો વિસ્ફોટ, ડોક્ટર પતિ અને પત્નીનું ઘટના સ્થળે જ મોત

હાલમાં હાઈવે પર રવિવારે બપોરે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ક્રેટા કારને સામેથી આવતી ડમ્પર ટ્રકે ટક્કર મારતા ડિઝલ ટેન્ક ફાટતા કાર સળગી જતા…

હાલમાં હાઈવે પર રવિવારે બપોરે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ક્રેટા કારને સામેથી આવતી ડમ્પર ટ્રકે ટક્કર મારતા ડિઝલ ટેન્ક ફાટતા કાર સળગી જતા કારમાં મતદાન કરવા જઈ રહેલું બાયડનું દંપતી કારમાં જ બળી ગયુ હતુ. કાર સળગી ગયા બાદ રોડ નજીકની સાઈડમાં ખેતરની કપાસની સૂકી સાંઠીમાં ઘુસી જતા સાંઠી પણ સળગતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભયંકર હતી કે, સ્થાનિકો દ્વારા આગ ઓલવી શકાય તેવી સ્થિતિ પણ ન હતી. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

ગાંધીનગર અને અમદાવાદની ફાયરબ્રિગેડને જાણ કરાતાં કલાકો સુધી ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ન હતી અને જોતજોતામાં કાર અને તેમાં સવાર બાયડના તબીબ દંપતીનું કારમાં મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં ઘટનાસ્થળે ભેગા થઇ ગયાં હતા.

આજે બપોરના સમયે આઇવા ટ્રક નંબર અને ક્રેટા કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાર રસ્તા પાસે રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ધડાકાભેર અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ આગે રોદ્ર રૂપ ધારણ કરી લીધું હતું. કારને સળગતી જોતા પસાર થનારા વાહનચાલકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

ત્યારબાદ અકસ્માતની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ આગની જવાળાઓની તીવ્રતાના કારણે કારમાં બેઠેલ દંપતીનું મૃત્યું થયું હતું. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ દ્વારા માહિતી મળી હતી કે, વાત્સલ્ય હોસ્પિટલના ગાયનેક ડોક્ટર મયુરભાઈ શાહ તેમજ તેમના પત્ની ડોક્ટર પ્રેરણા શાહ, રવિવારે તેમના પુત્ર ડો. હીમીલભાઈ શાહના ઘરે ગયા હતા. જ્યાંથી પરત ફરતા સમયે આઇવા ટ્રક સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો.

આ દરમિયાન કાર સળગીને રાખ થઈ ગઈ હતી. જેની નંબર પ્લેટ મળતા પોલીસ દ્વારા નંબર પ્લેટના આધારે કાર કોની માલિકીની છે તે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, આગમાં ભડથું થયેલી કાર બાયડના ડો. મયુરભાઈ શાહની હોવાનું જણાતા તેમના સગાઓને જાણ કરવામાં આવી હતી. જેથી તેમના સગા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાર સળગી ઉઠતા તેમાં મૃત્યુ પામેલા બાયડની વાત્સલ્ય હોસ્પિટલ ગાયનેક ડૉ.મયુરભાઈ શાહ તેમજ તેમના પત્ની ડૉ.પ્રેરણાબેન શાહને પુત્ર હિમિલ તેમજ પુત્રી પંક્તિ છે. પુત્ર હિમિલ પણ એક ડોક્ટર છે. આ ઉપરાંત પુત્રી પંક્તિ પણ ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. મૃતક તબીબ દંપતી ગઈકાલે સાંજે અમદાવાદ રહેતા તેમના પુત્રને ત્યાં ગયા હતા અને પરત ફરતા હતા. તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. આ ગંભીર અકસ્માત દહેગામ બાયડ હાઈવે પર લીહોડા ગામ નજીક સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *