બેકાબુ ટ્રકે ત્રણ માસૂમોનો જીવ લીધો- એકસાથે ત્રણ યુવકોની અર્થી ઉઠતા ધ્રુજી ઉઠ્યું આખું પંથક

એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં ભયંકર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત થયા છે. ત્રણ છોકરાઓ ફરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની બાઇક પર…

એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં ભયંકર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત થયા છે. ત્રણ છોકરાઓ ફરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની બાઇક પર ચારાથી ભરેલો ટ્રક પલટી ગયો હતો. અકસ્માતમાં ત્રણેય મિત્રોના મોત થયા હતા. તેમના મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, આ ત્રણેય છોકરા માનસર ગામના રહેવાસી હતા. બનાવની જાણ થતા સમગ્ર માનસર ગામમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે.

સોમવારે રાત્રે થયેલા અકસ્માત બાદ મૃતકોની ઓળખ થઈ શકી ન હતી. આટલું જ નહિ મંગળવાર સવાર સુધી મૃતકોની ઓળખ થઈ શકી હતી. દિનેશ, તુલસીરામ અને મામરાજ ત્રણેય મૃતક એક જ ગામ માનસરના મિત્રો હતા. જેમાં દિનેશ મુંબઈમાં લાકડાનું કામ કરતો હતો અને થોડા દિવસ પહેલા પોતાના વતન આવ્યો હતો. તે તેના મિત્રો તુલસીરામ અને મામરાજ સાથે બાઇક પર એક કાર્યક્રમમાં ગયો હતો. પરત ફરતી વખતે આ દર્દનાક અકસ્માત થયો હતો.

ત્રણેયના મૃતદેહને જેએલએન હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ નાગૌરથી માનસર તરફ જઈ રહ્યા હતા. કંવલીસર ગામ પાસે ઘાસચારો ભરેલી ટ્રક બેકાબુ થઈને પલટી મારી ગઈ હતી. ત્રણેય બહાર નીકળી શક્યા ન હતા. કોઈ રીતે પસાર થતા લોકોએ તેમને બહાર કાઢ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામ્યા હતા.

માનસરના ત્રણ મિત્રોના મોતના સમાચાર ગામમાં પહોંચતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ છ લોકો નાગૌર તરફ ફરવા માટે ગયા હતા, પરંતુ રસ્તામાં જ આ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. રાત્રિના અંધારામાં બાઇક ચલાવવું આ લોકો માટે જીવલેણ સાબિત થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *