સુરતના સ્વસ્તિક ટાવરના રહીશોએ સફાઈ કર્મચારીઓ પાસે માતાજીની આરતી ઉતરાવીને કરી નવરાત્રીની સાચી ઉજવણી

આમ તો સામન્ય રીતે દરેક લોકો સરખા જ હોય છે. જેમ તમને માનની જરૂર છે, તેમ દરેક વ્યક્તિને માન આપવું જરૂરી છે. કોઈ પણ જાત-પાત…

આમ તો સામન્ય રીતે દરેક લોકો સરખા જ હોય છે. જેમ તમને માનની જરૂર છે, તેમ દરેક વ્યક્તિને માન આપવું જરૂરી છે. કોઈ પણ જાત-પાત જોયા વગર જો કોઈ વ્યક્તિને માન અને સન્માન આપવામાં આવે તો તે વ્યક્તિને આપડી દરેક વાતો ગમે અને ગમે ત્યારે આપડું માન રાખે. સામન્ય રીતે આજના લોકો તેનાથી નાના લોકોને માન નથી આપતા. પરંતુ તે જાણતા નથી કે તે લોકો તેની માટે કેવું કેવું કામ કરીને તમને રાજી રાખે છે. આવી જ સન્માનની વાત અમે તમને કરવા જઈ રહ્યા છીએ.

સુરતના સરથાણા જકાતનાકા વિસ્તાર પાસે આવેલ “સ્વસ્તિક ટાવર”માં ગઈકાલે નવમાં નોરતા નિમિતે સોસાયટીના તમામ સિક્યુરિટી સ્ટાફ અને સફાઈ કર્મચારીઓના હાથે આરતી ઉતારીને સોસાયટીમાં સમાનતા અને સૌને સન્માનનો પ્રેરણાદાયી સંદેશો પુરો પાડવામાં આવ્યો. આ પ્રસંગે સોસાયટીના દરેક સ્ટાફને મોટું સન્માન પૂરું પાડવામાં આવ્યું હતું. જેના કારણે તેમને પ્રોત્સાહન પૂરું પડે અને તેની કામ નિષ્ઠામાં પણ વધારો થાય.

ખરેખર તો આપણે ત્યાં ધાર્મિક આરતીઓમાં શ્રદ્ધા કરતા પૈસા અને મોભાના દ્રષ્ટિકોણથી વધારે જોવાય છે. આરતી ઉતારવામાં શ્રદ્ધા કરતા વધારે પૈસા આપે તેને પહેલી તક મળે છે. એટલે નવરાત્રીમાં પણ માતાની આરતી ઉતારવા રૂપિયાનું મહત્વ ખુબ વધુ છે. તેવું આપડે અવારનવાર જોતા હોઈએ છીએ.

માતાજી આરતી જાણે કોઈ ચીજ-વસ્તુ હોય અને તમે હોલસેલ માર્કેટમાં વસ્તુઓ લેવા ગયા હોય એમ આરતીની પણ જાહેર હરરાજી થાય અને જે વ્યક્તિ સૌથી વધુ રૂપિયાની બોલી લગાવે એને આરતી કરવા પ્રથમ તક મળે છે. અને આપણને કયા ખબર છે કે આ રૂપિયા આપનારના પૈસા બેનંબર છે કે પછી.. પરંતુ “સ્વસ્તિક ટાવર”માં રહેતા તમામ સભ્યો દ્વારા સફાઈ કામદાર અને સિક્યુરિટી સ્ટાફને પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સન્માન આપીને આરતી કરવા આપવાની ઘટના ખુબ જ વખાણવા લાયક છે.

અને દરેક સોસાયટી અને દરેક જગ્યા કે જ્યાં નવરાત્રી સહીત ઘણા બધા ધાર્મિક કે બિનધાર્મિક પ્રોગ્રામ થાય છે ત્યાં આવા નાનાથી લઈને દરેક લોકોને મન આપવામાં આવે તો ઘણા ફાયદા થઇ શકે છે. આપણા બાળકો આપણામાંથી ઘણું બધુ શીખતાં હોય છે. સમાજમાં માલિકથી લઈને સફાઈ કામદાર સુધી તમામનું એક સરખું જ માન હોવું જોઈએ અને આપણા બાળકોને પણ એ શીખવવું જોઈએ. તો તેમના જીવનમાં પણ ખુબ જ સારા ગુણોનું સિંચન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *