કાશ્મીરી પંડિતોની કતલ થઇ ત્યારે કેન્દ્રમાં સત્તામાં કોંગ્રેસ નહી આ નેતાઓના ટેકાવાળી સરકાર હતી

Truth behind The Kashmir Files: કાશ્મીર files ફિલ્મે હાલમાં ખૂબ ચર્ચા જગાવી છે. કાશ્મીરી પંડિતોના કાશ્મીરમાંથી પલાયન દરમ્યાન કેન્દ્રમાં કઈ સરકાર હતી, તે આ ફિલ્મમાં…

Truth behind The Kashmir Files: કાશ્મીર files ફિલ્મે હાલમાં ખૂબ ચર્ચા જગાવી છે. કાશ્મીરી પંડિતોના કાશ્મીરમાંથી પલાયન દરમ્યાન કેન્દ્રમાં કઈ સરકાર હતી, તે આ ફિલ્મમાં નામજોગ દેખાડવામાં નથી આવ્યું. પરંતુ આઈટી સેલ દ્વારા એવો મેસેજ ફેલાવ્યો છે કે તે સમયે કેન્દ્ર સરકારે કાશ્મીરમાં કોઈ મદદ કરી નહોતી. પરંતુ ઇતિહાસના પન્નાઓને ખોલીએ તો આ વાસ્તવિકતાથી અલગ વાત જ બહાર આવે છે.

કાશ્મીરી પંડિતો નો કાશ્મીરમાંથી પલાયન 1989 ના શિયાળામાં શરૂ થયું હતું. જે જાન્યુઆરી 1990 સુધી માં ૯૦ ટકા સુધી પૂર્ણ થઈ ગયું હતું 90 ટકાથી વધુ કાશ્મીરી પંડિતો કાશ્મીર ઘાટીમાં થી બહાર નીકળી ગયા હતા અને આ દરમિયાન જન સંઘ હાલના ભાજપના (બહારથી) સમર્થન વાળી વી પી સિંહની સરકાર હતી. આ સરકારમાં ગૃહમંત્રી મુફતી મોહમ્મદ સઇદ હતા. જે મહેબુબા મુફતી ના પિતા થાય છે. જેની સાથે ભાજપે ગઠબંધનમાં જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી સરકાર બનાવી હતી અને બાદમાં ગઠબંધનને છૂટાછેડા પણ આપ્યા હતા.

કાશ્મીરના હિંદુઓને 1989ના અંતમાં અને 1990ની શરૂઆતમાં JKLF અને ઇસ્લામવાદી બળવાખોરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યાના પરિણામે કાશ્મીરમાંથી ભાગી જવાની ફરજ પડી હતી. 1990માં કાશ્મીરમાં રહેતા અંદાજે 3લાખ થી 6 લાખ હિંદુઓમાંથી 2016માં માત્ર 2,000-3,000 જ બચ્યા છે. 19 જાન્યુઆરી 1990માં કાશ્મીરી હિંદુઓ દ્વારા વ્યાપકપણે કાશ્મીર છોડ્યાની યાદમાં “હિજરત દિવસ” તરીકે યાદ કરવામાં આવે છે. તત્કાલીન ગવર્નર જગમોહને સત્તા સંભાળી અને રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યું અને જાન્યુઆરી 1990માં સૈન્ય તૈનાત કરવામાં આવ્યું તે પહેલાં, મુસ્લિમ બાહુલ્ય બની ગયેલા વિસ્તારમાં 21 કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. જે આ ફિલ્મામાં દેખાડવામાં આવ્યું છે.

હિંસાની 2,150 ઘટનાઓમાંથી 2100 હુમલા નાગરિકો વિરુદ્ધ હતા.તે સમયે વીપી સિંઘની સરકારમાં ગૃહ પ્રધાન રહેલા  મુફ્તી મોહમ્મદ સઈદને આ કૃત્ય માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેને જમ્મુ અને કાશ્મીર માં ઈસ્લામિક રાજ્ય સ્થાપવા માટે ઈસ્લામિક બળવાખોરોના સમર્થક તરીકે ગણાવવામાં આવે છે. આ ઘટનામાં વીપી સિંઘનું વહીવટીતંત્ર નિષ્ફળ સાબિત થયું હતું.

કાશ્મીરી પંડિતોના પલાયન સમયે લોકસભામાં વારંવાર કાશ્મીર હાલત બાબતે અને કાશ્મીરી પંડિતો પર થઈ રહેલા અત્યાચાર બળાત્કાર-હત્યા ઓ ની ચર્ચા કોંગ્રેસ દ્વારા કરવા મા આવે તેવી કોશિશ કરાઈ હતી. સાથે સાથે તત્કાલીન ગૃહમંત્રી મુફતી મહમ્મદ સઈદના રાજીનામાની પણ માંગ કરી હતી. પરંતુ આ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા.

જે દિવસે ૪ લાખથી વધુ હિન્દુઓને જમ્મુ-કાશ્મીરમાંથી બનાવવામાં આવ્યા હતા તે તારીખ હતી 19 જાન્યુઆરી 1990. તે સમય કેન્દ્રમાં વિશ્વનાથ પ્રતાપસિંહ પ્રધાનમંત્રી હતા અને ત્યારે ગઠબંધન સરકારમાં જનતા દળ એટલે કે જનસંઘ ની ભાગીદારી હતી જે હાલમાં ભારતીય જનતા પાર્ટી તરીકે ઓળખાય છે. તે સમયે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ ભાજપ નેતા જગમોહન હતા અને ત્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ (રાજ્યપાલ) શાસન લગાવવામાં આવ્યું હતું.

કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં દેખાડવામાં આવેલી કાશ્મીરી પંડિતોને વેદનાઓ તો જોઈ પરંતુ જે રાજકીય સમર્થન તેમને પ્રાપ્ત ન થયું તેને કારણે આ દુર્દશા તેમની બની હતી, આ ફિલ્મમાં જે પ્રકારે હિન્દુઓ બોલી રહ્યા હતા કે ભારતના લોકો તમને ભૂલી ગયા છે તે કદાચ વાસ્તવિકતા જ હતી. આ ફિલ્મમાં તેમની વેદનાઓ આબેહુબ દેખાડાઈ છે. અને રાજકીય સપોર્ટ વગર કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડવું પડયું એ પણ દુખદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *