ટ્યુશન શિક્ષકે માત્ર 8 વર્ષના બાળકને તાર વડે બાંધ્યો અને ત્યાર પછી લાકડી વડે માર્યો ઢોર માર – જાણો ક્યાંની છે ઘટના

Published on: 6:26 pm, Wed, 23 September 20

હાલમાં કોરોનાને કારણે શાળાઓ બંધ છે પરંતુ ટ્યુશન શરુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં ટ્યુશન શિક્ષક દ્વારા માત્ર 8 વર્ષના બાળકને લાકડી વડે ઢોર માર મારવામાં આવ્યો છે. લખનઉમાં શિક્ષક દ્વારા 8 વર્ષના છોકરાને ટ્યુશનમાં ન આવડતા બેરહમીથી માર માર્યો હતો. જયાં પહેલા બાળકના હાથ તાર સાથે બાંધી દીધા હતા. ત્યારબાદ નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. શિક્ષકના આ મારને લીધે બાળકના પગ, પીઠ અને કમરમાં ઊંડા ઉઝરડા પડ્યાં છે. માતા-પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, લખનૌના થાણા ઠાકુરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલપુરમાં એક 8 વર્ષનો બાળક અને તેની બહેન સચિન ગુપ્તા નામના શિક્ષક પાસે ટ્યુશન લેવા માટે જતા છે. છોકરો ભણવામાં થોડો નબળો હતો. અભ્યાસ દરમિયાન થોડી નાની બાબતે આરોપી શિક્ષકે બાળકના બંને હાથ પાછળની બાજુ તાર સાથે બાંધી દીધા અને પછી લાકડાના ડંડા વડે નિર્દયતાથી માર માર્યો હતો.

શિક્ષક દ્વારા માર મારવાના કારણે બાળકને પગ, પીઠ અને કમરમાં ઊંડા ઉઝરડા પડ્યાં છે. સિદ્ધાર્થની બહેને તેની માતાને આ બનાવ અંગે સમગ્ર માહિતી આપી હતી. માતા-પિતાએ શિક્ષક વિરુદ્ધ ઠાકુરગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કાર્યવાહી કરતાં પોલીસે આરોપી શિક્ષક સચિન ગુપ્તાની ધરપકડ કરી હતી અને બાળકને માર મારવાના કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ વિસ્તારમાં રહેતા જેસીપી નીલાબ્જા ચૌધરીનું કહેવું છે કે, બાળકને શિક્ષક દ્વારા માર મારવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં બાળકના માતા-પિતા દ્વારા ફરિયાદ નોંધાઈ છે અને તે પછી આરોપી શિક્ષક સચિન ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પીડિત બાળકની માતા ગાયત્રીએ જણાવ્યું કે, બાળક ટ્યુશનમાં ગયો હતો. ત્યાં શિક્ષકે તેના હાથ, પગ બાંધી દીધા અને પછી તેને લાકડીથી માર માર્યો. અમે પોલીસને કહ્યું હતું કે, બાળક ભણવામાં થોડું નબળું છે પરંતુ આ રીતે માર મારવો યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en