એવું તો શું થયું કે, દીપિકા પાદુકોણે ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટામાં ડિલીટ કરી તમામ પોસ્ટ- જાણો આ પાછળનું ચોક્વાનારું કારણ

Published on Trishul News at 9:57 AM, Fri, 1 January 2021

Last modified on January 1st, 2021 at 9:57 AM

બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણનાં સોશિયલ મીડિયા પરનાં એકાઉન્ટ્સ હૅક થયા છે? તમે વિચારતા હશો કે, નવા વર્ષનાં પ્રારંભમાં આ વળી કેવો સવાલ છે. પણ અહેવાલ એવાં મળ્યા છે કે, નવા વર્ષ 2021નાં પ્રારંભથી અગાઉ દીપિકા પાદુકોણનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક, ટ્વીટર તેમજ ઇન્સ્ટાગ્રામની બધી જ પોસ્ટ ગાયબ થઈ છે.

હવે એ સવાલ થાય છે કે, આ પોસ્ટ દીપિકાએ ડિલીટ કરી છે અથવા દીપિકાનું એકાઉન્ટ હૅક થઇ ગયું હશે. દીપિકાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ બહુ જ છે, તેવામાં અત્યારે એનાં પ્રશંસકો માટે આ એક ચિંતાનો વિષય બની ગયો છે. દીપિકા પાદુકોણને ઇન્સ્ટાગ્રામ પર 52 મિલિયન કરતા વધારે લોકો ફોલો કરે છે. બીજી બાજુ ટ્વીટર તેમજ ફેસબુક ઉપર પણ એનાં કેટલાક ફોલોઅર્સ છે

તેવામાં ન્યૂ યરની શરૂઆતમાં જ એક ઝટકામાં દીપિકાનાં એકાઉન્ટથી બધી પોસ્ટ આ રીતે ગાયબ થઈ જવાથી ઘણા સવાલ ઊભા થયા છે. જ્યારે દીપિકાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી બધી પોસ્ટ ડિલીટ કરી તો એનાં પ્રશંસકોને આશ્ચર્ય થયું કે, છેવટે આવું કેમ થયું છે.

એ જોવાનું બાકી છે કે, શું આ દીપિકાની નવી મૂવીનાં પ્રમોશનની રણનીતિનો હિસ્સો તો નથી ને. પ્રશંસકોને અત્યારે એ જાણવા માટે થોડા સમયની રાહ જોવી પડશે.

દીપિકાનો પતિ રણવીર સિંહની સાથે અત્યારે રાજસ્થાન રાજ્યમાં છે તેમજ તે ન્યૂ યર સેલિબ્રેટ કરે છે. આ વર્ષે દીપિકાની જિંદગીમાં કેટલીક ઉથલ પાથલ રહી. દીપિકાનું ડ્રગ્સ કેસમાં નામ આવ્યા પછી એની સામે ઘણા સવાલો પણ ઊભા થયા.

દીપિકાનાં વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે શકુન બત્રાની મૂવી મહાભારત, પઠાન તેમજ પ્રભાસ સ્ટાર મૂવી જેનું હાલ ટાઇટલ સામે આવ્યું નથી એમાં કામ કરે છે. સિદ્ધાન્ત ચતુર્વેદી તેમજ અનન્યા પાંડેની સાથે તે એક મૂવી કરે છે. જેનાં શૂટિંગ તે સ્પોટ થઈ હતી. આ મૂવી આ વર્ષે રિલીઝ થવાની શક્યતા રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "એવું તો શું થયું કે, દીપિકા પાદુકોણે ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટામાં ડિલીટ કરી તમામ પોસ્ટ- જાણો આ પાછળનું ચોક્વાનારું કારણ"

Leave a comment

Your email address will not be published.


*