બાર વર્ષે બાવો બોલ્યો, કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને વિદેશ મંત્રીનું રાજીનામુ મંગાયું!

Published on: 7:12 pm, Fri, 7 May 21

કોંગ્રેસ જાણે સરકારની ઘોર બેદરકારી અને કોરોના દરમિયાન સ્વાસ્થ્ય વિભાગની નિષ્ફળતાથી સફાળી નિંદરમાંથી જાગી હોય તેમ પ્રવક્તાઓ પ્રેસમાં સંબોધનો કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત દ્વારા ગુરુવારે પ્રેસ મીડિયાને એક બાઈટમાં કહેવાયું કે દેશમાં સ્વાસ્થ્ય વિભાગમાં થોડુંઘણું પણ મેનેજમેન્ટ હોત તો આજે આ સ્થિતિ ઉપસ્થિત થઈ ન હોત. તેમણે કહ્યું કે કોરોનાથી છૂટકારો મેળવવા સરકાર જમીની હકીકતથી વાકેફ નથી અથવા તો ઉપરછલ્લી વાતો કરીને સરકારની છબી બચાવાઈ રહી છે.તેમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષ વધર્ન અને વિદેશ મંત્રી ડો.એસ. જયશન્કરની કાર્યપ્રણાલી ઉપર આક્ષેપ કર્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તા શ્રીનેત દ્વારા એવું કહેવાયું હતું કે, કોરોના મહામારીના વર્તમાન સમયમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને તેમનો વિભાગ જરૂરી સંવેદનશીલતાથી તેમની જવાબદારી નિભાવી રહ્યા નથી.તેમણે તાત્કાલિક અસરથી બંને કેન્દ્રીય મંત્રીઓના રાજીનામાની માંગણી કરી હતી. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સારું સારું બોલતા લોકોથી દૂરી રાખીને દેશના વૈજ્ઞાનિકો અને ડૉકટરો સાથે બેઠક કરીને આ મહામારીથી છૂટકારો મેળવવા જરૂરી પગલાં ભરવાનું કહ્યું હતું.

કોંગ્રેસ પ્રવક્તા દ્વારા તેમ પણ કહેવાયું હતું કે વિદેશથી જે સહાયનો અવિરત પ્રવાહ ભારત માટે આવી રહ્યો છે તેના વિતરણમાં પણ યોગ્ય મેનેજમેન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો વિદેશથી આવતી સહાય યોગ્ય રીતે વપરાઈ હોત તો ગયા વિકમાં જ દેશમાં અંદાજીત 23 હજાર જેટલા લોકોને કોરોનાથી બચાવી શકાયા હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.