લાલ-પીળી સાડીમાં જુડવા બહેનોએ કર્યો એવો જોરદાર ડાંસ કે એકધારા જોતા રહી ગયા લોકો, તમે જોયો કે નહિ?

Published on Trishul News at 12:47 PM, Sun, 4 June 2023

Last modified on June 4th, 2023 at 12:48 PM

Twin sister dance Video viral: જ્યારથી Instagram, YouTube, Facebook અને Tiktok જેવા સોશિયલ મીડિયા વિકલ્પો આવ્યા છે. ત્યારથી રોજ બરોજ અનેક વીડિયો વાયરલ થતા રહે છે. આમાં ડાન્સ, સિંગિંગ અને કોમેડી જેવા અનેક કેટેગરીના વીડિયો આવી જાય છે. જેમાં ક્યારેક કોઈને ખુબ ટ્રોલ કરવામાં આવે છે તો અન્ય લોકોની ખુબ પ્રશંસા પણ કરવામાં આવે છે.

આ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર બે નેપાળી જુડવા બહેનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ઘણો પ્રેમ આપી રહ્યા છે. તે જ સમયે, બંને બહેનોને સાડીમાં જોઇને યુઝર્સ ખુબ વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વિડિયોને અત્યાર સુધીમાં હજારો-લાખો વ્યુઝ મળી ચુક્યા છે સાથે જ લાખો લોકોએ લાઈક પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by GangaJamuna Limbu (@gangajamunatwins)

ઈન્સ્ટાગ્રામ પેજ પર ગંગા જમુના ટ્વિન્સના નામથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં બે જુડવા બહેનો લાલ-પીળા સહીત વિવિધ રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે. તે જ સમયે, બેકગ્રાઉન્ડમાં નેપાળી ગીત પણ વાગતું જોવા મળે છે. વીડિયોમાં બંનેની સુંદરતા જોઈને લોકો પણ તેના દીવાના થઈ ગયા છે, જેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોની કોમેન્ટમાં ચાહકો હાર્ટ ઇમોજી શેર કરતા જોવા મળી રહ્યા છે, તો લોકો કોમેન્ટમાં વખાણ પણ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે, ‘જુડવા બહેનોની આ કેટલી સુંદર જોડી છે.’ બીજાએ લખ્યું, પૃથ્વી પરની સૌથી સુંદર જુડવા. ત્રીજા યુઝરે લખ્યું, ખૂબ જ સુંદર. ચોથા યુઝરે લખ્યું, બહુ સારું. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ઘણી લાઈક્સ મળી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે જ્યારે આ બંનેનો ડાન્સ વીડિયો વાયરલ થયો હોય. આ પહેલા પણ બંનેના ઘણા ડાન્સ વીડિયો ચર્ચામાં આવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "લાલ-પીળી સાડીમાં જુડવા બહેનોએ કર્યો એવો જોરદાર ડાંસ કે એકધારા જોતા રહી ગયા લોકો, તમે જોયો કે નહિ?"

Leave a comment

Your email address will not be published.


*