સુરતમાં મેઘરાજાએ માઝા મૂકી: મધરાત્રે વીજળીનાં કડાકા-ભડાકા સાથે એકસાથે ખાબક્યો આટલા ઇંચ વરસાદ…

Published on Trishul News at 2:37 PM, Fri, 24 September 2021

Last modified on September 24th, 2021 at 2:37 PM

સુરત(ગુજરાત): ગઈકાલે મોડી રાત્રે સુરત (Surat) ના હવામાનમાં એકાએક પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલ વરસાદ (Rain) બપોર સુધી યથાવત રહ્યો હતો. શહેરમાં ફક્ત 10 કલાકમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો કે, જેમાં વરાછા (Varacha) ઝોનમાં સૌથી વધારે 5 ઈંચ જ્યારે રાંદેર ઝોનમાં સૌથી ઓછો અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજસ્થાનમાં કેન્દ્રીત થયેલ સાઇક્લોનિક સરક્યુલેશનને ધ્યાનમાં લઇને હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ મધ્યમથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં મેઘરાજાએ વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાવવાનું શરુ કર્યું છે. વરસાદ ખાબકતા શહેરના બધા જ માર્ગ પર પાણી ફરી વળ્યા હતા.

વરસાદને કારણે કામધંધા પર જવા નિકળેલ શહેરીજનોને હાલાકી ભોગવવી પડી હતી. શહેરમાં મધ્યથી વહેતી તાપી નદી પર આવેલ કોઝવેની સપાટી રાત્રે 8 વાગ્યે 6.73 આસપાસ મીટર નોધાઈ હતી. શહેરના વરાછા તથા પુણા વિસ્તારનાં નિચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

આની સાથે જ સરથાણા વિસ્તારમાં વિજળી પણ પડી હતી. જોકે, સદનસિબે કોઇ ઇજા તેમજ જાનહાની સર્જાઈ ન હતી. કેટલાક તાલુકામાં અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પર પાણી ભરાઈ ગયા હતા.

તાપમાનમાં 24 કલાકમાં 2 ડિગ્રીનો ઘટાડો, મોસમનો કુલ વરસાદ 51.54 ઈંચ:
​​​​​​​શહેરમાં મોસમનો કુલ વરસાદ 51.54 ઇંચ પર પહોંચી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી પરથી ગગડીને 29.6 ડિગ્રી જ્યારે લધુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 85% રહ્યું હતું. દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 4 કિમીની ઝડપે પવન ફુકાયો હતો.

ઉકાઇ ડેમની સપાટી 342.17 ફૂટ પર પહોંચી, પાણીની આવક વધવાની શક્યતા:
બુધવારની રાતથી ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડેલ વરસાદને લીધે ડેમની સપાટીમાં 24 કલાકમાં પોણો ફુટ વધારો થયો છે. સાંજનાં સમયે ડેમમાં પાણીની આવક 18,561 ક્યુસેક હતી કે, જેની સામે આઉટ ફ્લો 1100 હતો. ડેમમાં ક્રમશ: પાણીનો આવરો સતત વધતો જઈ રહ્યો છે.

સાંજનાં 6 વાગ્યા સુધીમાં ઇનફ્લોમાં વધારો થઈને 69,432 ક્યુસેક નોંઘાયો હતો. જેની સામે ફક્ત 17,048 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમની સપાટી 342.17 ફુટ પર પહોંચી હોવાનું ફ્લડકંટ્રોલ વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરતમાં મેઘરાજાએ માઝા મૂકી: મધરાત્રે વીજળીનાં કડાકા-ભડાકા સાથે એકસાથે ખાબક્યો આટલા ઇંચ વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*