પૃથ્વી તરફ આવી રહેલા આસમાની ખતરા પર નજર રાખી રહ્યું છે NASA- જરા આમતેમ થયું તો…

થોડા સમય પહેલા એક એસ્ટરોઈડ પૃથ્વી સાથે ટકરાવનો હતો પણ ભગવાનની કૃપાથી તે પૃથ્વીની સાઈડ પરથી પસાર થઇ ગયો હતો. પણ ફરી એકવાર એક એસ્ટરોઈડ…

થોડા સમય પહેલા એક એસ્ટરોઈડ પૃથ્વી સાથે ટકરાવનો હતો પણ ભગવાનની કૃપાથી તે પૃથ્વીની સાઈડ પરથી પસાર થઇ ગયો હતો. પણ ફરી એકવાર એક એસ્ટરોઈડ પૃથ્વીની આસપાસથી પસાર થવાનો છે. સૌથી મોટો એસ્ટરોઈડ જેનું નામ 33163348 (2002 NN4) છે. પૃથ્વીથી 50.9 લાખ કિમીના અંતરથી 6 જુનના રોજ પસાર થશે. નાસાના જણાવ્યાનુંસાર તેનો ડાયોમીટર 250 મીટરથી 570 મીટરની વચ્ચે હશે. ડેલી સ્ટાર વેબસાઈટના જણાવ્યાનુંસાર નાસાએ એસ્ટરોઈડને Aten asteroidના રુપે વર્ગીકૃત કર્યું છે. જે સૂર્યની ચારે બાજુ અને હાલના વિસ્તૃત કક્ષાની બહારનો સ્પેસ રોક છે.

2002NN4નું પૃથ્વીથી અંતર છતા નાસા સ્પેસ રોકને અર્થ- નિયર-અર્થ ઓબ્જેક્ટ માને છે. ત્યારે તમામ એસ્ટરોઈડને  NEO ના રુપે જોવે છે. જો કે 1.3 ખગોળીય એકાઈની અંદર પૃથ્વી પાસેથી પસાર થાય છે તો NEO શબ્દનો ઉપયોગ નાસા દ્વારા ધુમકેતુ અને એસ્ટરોઈડનું વર્ણન કરવા માટે કરવામાં આવે છે.

નાસાની ‘એસ્ટરોઈડ વોચ’ સિસ્ટમ એવા ક્ષુદ્રગ્રહો અને ધુમકેતુઓને ટ્રેક કરે છે જે પૃથ્વીની અપેક્ષાકૃત નજીક પહોંચવાના છે. જે બતાવે છે કે તેમના આકાર, ગતિ શું હશે, તે ક્યારે પૃથ્વીની નજીકથી પસાર થવાનું છે અને પૃથ્વી તેનું અંતર શું રહેશે. જો કોઈ સ્પીડવાળુ સ્પેસ ઓબ્જેક્ટનું ધરતીથી 46.5 લાખ મીલની નજીક આવવાની શક્યતા હોય છે તો તેને ખતરનાક ઓબ્જેક્ટ માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *