વડોદરામાં એકસાથે પાંચ વાહનો સાથે ગમખ્વાર અક્સ્માત, બે લોકોના મોતથી લોહીલુહાણ થયો હાઇવે

અકસ્માત (Accident)ના કિસ્સાઓ દિવસેને દિવસે ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ વડોદરા (Vadodara)માંથી એક ખુબ જ ભયાનક અકસ્માતના સમાચાર મળી આવ્યા છે.…

અકસ્માત (Accident)ના કિસ્સાઓ દિવસેને દિવસે ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ વડોદરા (Vadodara)માંથી એક ખુબ જ ભયાનક અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. અહીં, વડોદરા નજીક નેશનલ હાઈવે(National Highway) પર જાંબુવા બ્રિજ(Jambuwa Bridge) પાસે આજે સવારે બે બાઇક(Bike), 2 કાર(car) અને ડમ્પર(Dumper) વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ અકસ્માત દરમિયાન 2 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં એક મૃતક શોભનાબેન રાજેન્દ્ર ભાઈ પ્રજાપતિ (ઉ.વ.45) હોવાનું બહાર આવ્યું છે. કમકમાટીભર્યા અકસ્માતને પગલે હાઇવે પરનો ટ્રાફિક-વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

ત્રણ લોકો રોડ પર ફંગોળાયા:
વડોદરાના જાંબુવા બ્રિજ પાસે આજે સવારે એક ડમ્પર, બે બાઇક અને બે કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ઉપર પસાર થઇ રહેલાં એક મહિલા, એક પુરુષ સહિત ત્રણ લોકો રોડ પર ફંગોળાઇ ગયા હતા, જેમાં બે લોકોનાં સ્થળ પર મોત થયાં હતાં. વાહનની અડફેટે આવી ગયેલા બાઈકસવારોના શરીરના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને માંસના લોચા રોડ ઉપર વેરણછેરણ થઈ ગયા હતા.

આ બનાવને પગલે વડોદરા સુરત અને સુરતથી વડોદરા તરફ હાઇવે માર્ગ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જાણવા મળ્યું છે કે, જાંબુવા નદી પરનો બ્રિજ સાંકડો હોવાથી સતત અકસ્માતો થાય છે અને લોકો જીવ ગુમાવે છે. આ પહેલા પણ અહિયાં ઘણા અકસ્માતો સર્જાયા હતા, જેના કારણે કેટલાય લોકોના મૃત્યુ નીપજ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *