બાયપાસ પર તળાવમાં બે બાળકો ડૂબી જતા નીપજ્યા કરુણ મોત, જાણો રુવાડા ઉભા કરી દેતી ઘટના 

Published on: 6:57 pm, Wed, 9 June 21

હાલમાં એક ખુબ જ દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મૂળ હિંમતનગરના મોતીપુરાના અને મોડાસા બાયપાસ પર સ્વામિનારાયણ મંદિર નજીક તળાવમાં નજીકમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતાં ગરીબ પરિવારના 7 વર્ષીય અને 8 વર્ષીય બાળકો તળાવમાં પડી જતાં સ્થાનિક તરવૈયાઓ અને હિંમતનગરની ફાયર ટીમના તરવૈયાઓની મદદથી 7 કલાકની ભારે મહેનત બાદ બંને બાળકોના મૃતદેહો મોડી સાંજે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ધટનાથી ગરીબ સલાટ પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ, હિંમતનગરના મોતીપુરાના અને મોડાસાના મેઘરજ રોડ નજીક તળાવની પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. અને ચાદરો વેચી છૂટક ધંધો કરતાં હતા. આ સલાટ પરિવારના બે બાળકો બપોરે તળાવની નજીક ગયા હતા. આ દરમિયાન નિતીન અરવિંદભાઈ સલાટ (6) તળાવના પાણીમાં ડૂબવા લાગતાં તેને બચાવવા માટે સંદિપ મિથુનભાઈ સલાટ (8) ત્યાં દોડી ગયો હતો.

તેને બચાવવા જતા તે પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બે બાળકો તળાવમાં ડૂબી હોવાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 તેમજ મોડાસા રૂરલ પોલીસને અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

આ દરમિયાન બાળકોને બચાવવા માટે સ્થાનિક તરવૈયાઓએ પણ પાણીમાં છલાંગ લગાવી હતી અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાના પગલે વહીવટી વિભાગ પણ દોડી આવ્યું હતું અને પાણીમાં ગરકાવ થઈ ગયેલા બંને બાળકોને શોધવા માટે તરવૈયાઓ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.

બાળકોને ડૂબવાને ઘણો લાંબો સમય વિતવા છતાં તેમની કોઈ જાણ ન થતા હિંમતનગરથી ફાયર વિભાગના તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. જ્યાં મોડી સાંજે 7 કલાક બાદ બંનેને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.