ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

મુખ્યમંત્રી નજીક બેસવા માટે નાના બાળકોની જેમ લડી પડ્યા બે નેતાઓ, જુઓ વિડિયો

Two Congress leaders, Devendra Singh Yadav and Chandu Kunjir, entered into a brawl during the flag hoisting ceremony

મધ્યપ્રદેશના ઈંદોરમાં રવિવારે શહેર કોંગ્રેસ કાર્યાલયમાં આયોજન કરવામાં આવેલ ગણતંત્ર દિવસ સમારોહમાં પાર્ટીના બે નેતાઓ નાના બાળકોની જેમ અંદરોઅંદર લડી પડ્યા હતા. બંને વચ્ચે મારપીટ થઈ. તેનાથી ત્યાં હંગામો શરૂ થઈ ગયો. ઘટના મુખ્યમંત્રી કમલનાથ ના પહોંચવાના ઠીક પહેલા થઈ. અંદરો અંદર નેતાઓના લડવાથી આ કાર્યક્રમમાં વિચિત્ર પરિસ્થિતિ પેદા થઇ. પોલીસે ગમે તેમ કરી બંનેને અલગ તરી શાંત પાડ્યા.

પોલીસે મધ્યસ્થી કરી બંનેને અલગ કરી ઝઘડો શાંત કર્યો

ઇન્દોરના ગાંધી ભવન સ્થિત શહેર કોંગ્રેસ કાર્યાલયમાં આયોજીત સમારોહમાં પાર્ટી પ્રદેશના મહાસચિવ ચંદ્રકાંત કુંજીર અને વરિષ્ઠ નેતા દેવેન્દ્ર સિંહ યાદવ વચ્ચે પહેલા કોઈ મુદ્દે બોલાચાલી થઇ પછી તે ઊભા થઈ મારામારી કરવા લાગ્યા. હંગામો વધતા પાર્ટી કાર્યકર્તા હોય તેમને શાંત કરાવવાની કોશિશ કરી. પરંતુ તેઓ સફળ ન રહ્યા. સ્થળે હાજર પોલીસ અધિકારીઓએ બંને નેતાઓને અલગ કરી સમગ્ર મામલો શાંત કરાવ્યો.

મંચ પાસે જતા રોક્યા તો થયો વિવાદ

કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોના જણાવ્યા મુજબ દેવેન્દ્રસિંહ યાદવે ચંદ્રકાંત કૂંજીર ને આગળ સમારોહના સ્ટેજ પાસે પહોંચતા તેમને રોકી દીધા અને આગળ બેસવાની ના પાડી. તેનાથી ભડકી ગયા અને અંદરો-અંદર જગાડવા લાગ્યા.મામલો શાંત થયાના થોડા સમય બાદ મુખ્યમંત્રી કમલનાથ શહેર કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને તેમણે તિરંગો ઝંડો ફરકાવ્યો. ત્યારબાદ પાર્ટીના કાર્યકર્તાઓ ને સંબોધિત કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.