સુરતમાં કોરોના વાયરસના 2 શંકાસ્પદ દર્દી આવ્યા સામે, જાણો બચવાના સચોટ ઉપાય

સુરતમાં કોરોના વાયરસના શંકાસ્પદ બે દર્દી ને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલમાં બન્ને દર્દીના રિપોર્ટ્સ અમદાવાદ મોકલવામાં આવ્યા. આ…

સુરતમાં કોરોના વાયરસના શંકાસ્પદ બે દર્દી ને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલમાં બન્ને દર્દીના રિપોર્ટ્સ અમદાવાદ મોકલવામાં આવ્યા. આ દર્દીઓને કોરોના વાઇરસના લક્ષણ દેખાતા બંને ને હોસ્પિટલમાં ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હાલમાં જ ઇટલીથી ભારત આવેલા 15 જેટલા પ્રવાસીઓ ના રિપોર્ટ કોરોના પ્રભાવિત આવ્યા હોવાથી ભારતમાં પણ કોરોના પ્રસરી રહી હોવાની વાત નકારી ન શકાય. ઉલ્લેખનીય છે કે આજે સવારથી જ એરપોર્ટ પર આવનાર તમામ પ્રવાસીઓનું ચેકઅપ હાથ ધરાયુ હતું. અને મોડી સાંજે ભારત આવનાર તમામ પ્રવાસીઓનું બોડી ચેકઅપ ફરજીયાત કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.

કોરોના વાઈરસ માટે કેટલી પૂર્વતૈયારીઓ

1. આ વાઈરસ નું કદ મોટું એટલે કે 400-500 માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ પ્રકારના સાદા માસ્ક પણ રોકી શકશે.

2. તે હવા માં ક્યાંય ઉડી ન શકે. તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી પર સ્થિર થાય છે. તે હવા દ્વારા નથી ફેલાતો.

3. તે કોઈ પણ ધાતુની સપાટી પર સ્થિર થાય પછી લગભગ 12 કલાક જીવિત રહે છે. આથી ક્યાંય પણ અડ્યા હોઈએ કે રમ્યા હોઈએ તો સાબુથી હાથ ધોવા.

4. કપડાં પર 9 કલાક જીવી શકે છે. આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં 3 કલાક સુકાવા દેવા.

5. આપણા શરીર પર આવ્યા પછી 10 મિનિટમાં શરીરમાં પ્રવેશે તો જ તે અસર કરે. શરીર પર સામાન્ય રીતે હાથના સંપર્કમાં આવવાથી આવે છે. એટલે હાથને આલ્કોહોલ વાળા સેનિટાઈઝર થી હાથ ધોવા અથવા સાબુ થી બરાબર હાથ ધોવા.

6. આ વાઈરસ 27 ડિગ્રી તાપમાન થી વધુ તાપમાને જીવી ન શકે. આથી ગરમ હુંફાળું પાણી લેવાય. કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો. ઠંડો ખોરાક, માંસાહાર, આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી. ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય. દવા કરતા કાળજી વધુ સારી.

(મૂળ યુનિસેફ ના લખાણનું ભાષાંતર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *