ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ: હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, અગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ

અમદાવાદ(ગુજરાત): આ વર્ષે રાજ્યમાં નવરાત્રિમાં પણ વરસાદી વરસી રહ્યો છે. ગઈકાલે જ અમદાવાદ સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદના કારણે ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છવાય…

અમદાવાદ(ગુજરાત): આ વર્ષે રાજ્યમાં નવરાત્રિમાં પણ વરસાદી વરસી રહ્યો છે. ગઈકાલે જ અમદાવાદ સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદના કારણે ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છવાય ગયો હતો. ત્યારે હવામાન વિભાગ દ્રારા હજુ પણ બે દિવસ સુધી અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 96 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં રવિવારે વરસાદની પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં પણ રવિવારે વરસાદ ખાબકી શકે છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી વડોદરા, સુરત, ભરુચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તથા દમણમાં મંગળવારે કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, શનિવારે મણિનગર, સીટીએમ, જશોદાનગર વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ત્યારે પાલડીમાં પણ અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. ચકુડિયા, ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મેમ્કો, નરોડા અને કોતરપુર વિસ્તારમાં પણ અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. જોકે દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર થઈને વિદાય લઇ વધી રહ્યું છે.

હાલ રાજ્યભરમાં સોસાઈટીઓના કોમન પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ શનિવારે મૂશળધાર વરસાદથી ગરબાના સ્થળો પણ પાણી ભરાઈ ગયા હતા. જો કે પાણી ઉતરી ગયા હતા અને જમીન ભીની અને કાદવ જોવા મળ્યો હતો. તેથી ગરબાના ખેલૈયાઓનો ઉત્સાહમાં ઓટ આવી હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *