દારૂના નશામાં પોલીસ કોન્સ્ટેબલ કરી રહ્યો હતો એવી હરકત કે.., લોકોએ જાહેરમાં માર મારીને કરી દીધો અધમુઓ

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના પીલીભીતમાં એક પોલીસ અધિકારી અને એક કોન્સ્ટેબલ દારૂના નશામાં આવ્યા અને લાંચની માંગણી કરી રહ્યા હતા ત્યારે ગામના લોકો દોડીને આવ્યા અને બંને પોલીસકર્મીઓને…

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના પીલીભીતમાં એક પોલીસ અધિકારી અને એક કોન્સ્ટેબલ દારૂના નશામાં આવ્યા અને લાંચની માંગણી કરી રહ્યા હતા ત્યારે ગામના લોકો દોડીને આવ્યા અને બંને પોલીસકર્મીઓને ઢોર માર માર્યો, બંને કોન્સ્ટેબલ નશામાં લાંચ માંગતા આ વાતની જાણકારી થતા પોલીસ ગુસ્સે થઈને વરિષ્ઠ અધિકારીઓએ બંનેને સસ્પેન્ડ કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, ઈન્સ્પેક્ટર સુભાષ ચૌધરી અને કોન્સ્ટેબલ મોહિત ગજરૌલા પોલીસ સ્ટેશનથી થોડાક પગથિયાના અંતરે ગ્રામજનો અને દુકાનદારો પાસેથી નાણાં એકત્ર કરી રહ્યા હતા અને ડ્રાઈવરો પાસેથી લાંચ પેટે પૈસાની માંગણી કરી રહ્યા હતા.તેમ ખંડણીથી કંટાળીને ત્યાંના લોકો ગુસ્સે થયા અને હાઇવે પર બંને પોલીસકર્મીઓને માર મારવાનું શરૂ કર્યું. લોકો તેમને શરાબી કહે છે અને તેમને જોરદાર દબાણ કરીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા.

લોકો તેમને શરાબી કહે છે અને તેમને જોરદાર દબાણ કરીને પોલીસ સ્ટેશન તરફ લઈ જતા જોવા મળ્યા. લોકોના જણાવ્યા મુજબ, બંને પોલીસકર્મીઓ લાંચ લેવા અને લોકો સાથે ગેરવર્તન કરવા માટે સમગ્ર જિલ્લામાં કુખ્યાત છે.

જ્યારે પોલીસકર્મીઓની મારપીટની વાત સામે આવી ત્યારે વરિષ્ઠ પોલીસ અધિક્ષક દિનેશ કુમારે બંનેને સસ્પેન્ડ કરી દીધા. આ બાબતે, અધિક પોલીસ અધિક્ષક પવિત્ર મોહન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, બંનેને શાંતિ જાળવવાની ફરજ પર પુરનપુર મોકલવામાં આવ્યા હતા, અને તેઓ ફરજ છોડીને અન્ય વિસ્તારમાં જાહેર જનતા સાથે ગેરવર્તન કરતા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી તેઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *