“સેલ્ફીના ચક્કરમાં ગુમાવવો પડ્યો જીવ”: પિકનિકમાં ગયેલા બે એન્જિનિયર વિદ્યાર્થીઓ નદીમાં ડૂબતા કરુણ મોત

ગ્વાલિયર: આજકાલ યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે પરંતુ, શોખ ક્યારેક જીવલેણ બની જાય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બની છે.…

ગ્વાલિયર: આજકાલ યુવાનોમાં સેલ્ફીનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે પરંતુ, શોખ ક્યારેક જીવલેણ બની જાય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બની છે. સેલ્ફીના ચક્કરમાં બે એન્જિનિયર વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. જાણવા મળ્યું છે કે, ગ્લાલિયરથી ધૂમેશ્વર મંદિર દર્શન માટે 10 યુવાઓની ટોળકી ગઈ હતી. આ બે યુવકો આ ટોળકીમાં સામેલ હતા.

ગ્વાલિયરથી યુવાઓની એક ટોળકી પિકનિક માટે ધૂમેશ્વર ધામ મંદિર ગઇ હતી. જેમાં કિશન હોતવાની અને કિતાંશુ શાક્ય પણ સામેલ હતા. આ બંને બાળપણના મિત્ર હતા અને BE ફાયનલ યરના વિદ્યાર્થી હતા. જાણવા મળ્યું છે કે, ધૂમેશ્વર મંદિરમાં દર્શન કરતા પહેલા બધા સ્નાન કરવા માટે નદીમાં ઉતર્યા હતા. સ્નાન કરતા કરતા કિશન હોતવાની સેલ્ફી લેવામાં મશગુલ હતો.

આ દરમિયાન, તે અચાનક પાણીમાં પડી ગયો અને નદીના વહેણની સાથે નદીના પાણીમાં વહી ગયો હતો. તેને તરતા આવડતું ન હતું. જેથી તેને બચાવવા માટે તેનો મિત્ર કિતાંશુ શાક્ય પણ ઉંડા પાણીમાં કૂદી ગયો હતો. બંને એકબીજાનો હાથ પકડીને નદીના વહેણમાં તણાવા લાગ્યા હતા. થોડા સમય પછી બંને પાણીમાં ગુમ થઇ ગયા હતા.

બંનેને નદીમાં તણાતા જોઈને તેમની સાથે આવેલા યુવાનોએ બંનેના પરિવારજનોને ખબર કરી હતી. સાથે કંટ્રોલ રૂમમાં પણ જાણકારી આપતા મદદ માંગી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ આવી પહોંચી હતી. આ ઉપરાંત, ગ્લાલિયરથી NDRF ટીમ પણ આવી પહોંચી હતી. 24 કલાક પછી બંનેના શવ પણ મળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *