રીક્ષા સાથે ટકરાઈને બંને મિત્રો નીચે પડ્યા, ઉભા થાય એ પહેલા જ પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે કચડી નાખ્યા

Published on: 1:31 pm, Sat, 10 July 21

મોરબી(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં મોરબીના જેતપર રોડ પર આવેલ પાવડિયારી નજીક સવારે ડબલસવારીમાં બાઇકમાં જતા બે યુવાન રીક્ષા સાથે ટકરાયા હતા અને બન્ને રોડ પર નીચે પટકાયા હતા.

હજુ તો બન્ને કંઇ સમજે અને ઉભા થાય એ પહેલાં જ પાછળથી એક ટ્રેલર આવી ચઢ્યું હતું અને અચાનક બનેલી ઘટનાથી બેખબર ટ્રેલર ચાલક બ્રેક મારે તે પહેલા બાઈકમાંથી ઉથલી પડેલા યુવાન ઉપર ટ્રેલરના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા. આથી ટ્રેલર નીચે કચડાતા આ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, સાથેના યુવકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા અકસ્માતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના જેતપર રોડ ઉપર પાવડિયારી નજીક આવેલા સિરામિક કારખાનામાં રહીને મજૂરી કામ કરતો ચિરાગ મનસુખભાઇ ચાવડા નામનો યુવાન આજે પોતાના મિત્ર સાથે ડબલ સવારી બાઇકમાં મોરબી શહેરમાં કોઈ કામે આવ્યા બાદ પરત જઈ રહ્યો હતો. આ દરમિયાન, જેતપર રોડ ઉપર ડબલ સવાર બાઈક રોંગ સાઇડમાંથી ધસી આવીને સામેથી આવતી રીક્ષા સાથે ધડાકાભેર ટકરાયું હતું.

ત્યારે બાઈકમાંથી બન્ને યુવાનો રોડ ઉપર નીચે પટકાયા હતા. આ દરમિયાન ત્યાં એક ટ્રેલર ધસી આવ્યું હતું અને ચાલક કંઇ સમજે અને બ્રેક મારે તે પહેલાં તો એક યુવક પર ટ્રેલરના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા અને ઘટનાસ્થળે જ ચિરાગ મનસુખભાઇ ચાવડાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તેની સાથે રહેલા યુવકને ઇજા પહોંચી હતી. પરંતુ, સદભાગ્યે તેનો બચાવ થયો હતો. બનાવને પગલે હતભાગી યુવાનના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે, હાલ તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવમ આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.