વડોદરામાં બે મિત્રએ લાઈવ વિડીયો કોલ કરીને કર્યો આપઘાત, એકબીજાના હાથ પકડેલા મૃતદેહ મળ્યા

ગુજરાતના વડોદરામાં સાવલી નજીક પોઇચા-કનોડા બ્રિજ પર ગઇકાલે સાંજે બાઇક મૂકીનેબે મિત્રોએ મહીસાગર નદીમાં ભૂસકો મારીને આપઘાત કર્યો હતો. ફાયર બ્રિગેડે આજે સવારે બંને મિત્રોના…

ગુજરાતના વડોદરામાં સાવલી નજીક પોઇચા-કનોડા બ્રિજ પર ગઇકાલે સાંજે બાઇક મૂકીનેબે મિત્રોએ મહીસાગર નદીમાં ભૂસકો મારીને આપઘાત કર્યો હતો. ફાયર બ્રિગેડે આજે સવારે બંને મિત્રોના મૃતદેહો બહાર કાઢ્યા હતાં. આ બન્ને મિત્રોએ મરતા પહેલા પોતાના મિત્રોને વીડિયો કોલિંગથી જાણ કરી હતી.તેઓએ પોતાનાં મિત્રોને લાઇવ વીડિયોમાં આપઘાત કરે છે તે પણ જણાવ્યું હતું. લાઇવ વીડિયોમાં જ બંન્નેએ આપઘાત કરી લીધો હતો. તેમણે મિત્રોને કહ્યું હતું કે, મારી બહેનનું ધ્યાન રાખજો. મહત્વનું છે કે, આ બંન્ને મિત્રોએ આર્થિક ભીંસમાં આવીને અંતિમ પગલું ભર્યું હતું.

લોનના હપ્તા નહોતા ભરાતા હોવાથી આ પગલુ ભર્યું

યુવરાજ નરેન્દ્રસિંહ ચૌહાણ (20 વર્ષ) અને નિલેશ ભારતસિંહ ચૌહાણ (20 વર્ષ) ગઇકાલે સાંજે 6:30 વાગ્યે મહિસાગર નદી પરના બ્રિજ ઉપર પહોંચ્યા હતા. જયાં મહીસાગર નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. બન્ને યુવાનોએ એક બીજાના હાથ પકડીને મિત્રોને વીડિયો કોલ કરીને લાઇવ ભૂસકો માર્યો હતો. બંને મિત્ર મંજુસર જીઆઇડીસીમાં નોકરી કરતા હતા. લોન ઉપર મોબાઇલ ફોન લીધા અને તેને હપ્તા નહોતા ભરાતા હોવાથી આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *