માત્ર ૨૦ હજારથી શરુ કર્યો આ અનોખો બિજનેસ, અત્યારે થઇ રહ્યું છે ૧૮ કરોડનું ટર્નઓવર- જાણો સફળતાની સફળ કહાની

આજ ઇકોફ્રેન્ડલી બિઝનેસનો જમાનો છે. જેને કારણે લોકોની રુચિ આમાં વધી રહી છે. પર્યાવરણને બચાવવાની સાથે પોતાને પણ સુરક્ષિત રાખવા માટે લોકો આ પ્રકારના વ્યવસાયને…

આજ ઇકોફ્રેન્ડલી બિઝનેસનો જમાનો છે. જેને કારણે લોકોની રુચિ આમાં વધી રહી છે. પર્યાવરણને બચાવવાની સાથે પોતાને પણ સુરક્ષિત રાખવા માટે લોકો આ પ્રકારના વ્યવસાયને અપનાવી રહ્યા છે. લોકો માત્ર પર્યાવરણ બચાવવા માટેના આ અભિયાનમાં જોડાઇ રહ્યા છે, પરંતુ તેમાંથી સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.

યુપીના વારાણસીમાં રહેતા વૈભવ જયસવાલ અને આસામના રહેતા અમરદીપ બર્ધન ઝાડના સૂકા પાંદડામાંથી પ્લેટ, મગ અને બાઉલ જેવા રસોડાના ઉપયોગ માટે લગભગ બધું જ બનાવી રહ્યા છે. દેશભરમાં તેમના ઉત્પાદનોની માંગ છે.ભારતની બહાર પણ તેઓ માર્કેટિંગ કરે છે. હાલમાં તેમની કંપનીનું ટર્નઓવર 18 કરોડ રૂપિયા છે. 33 વર્ષીય અમરદીપ અને 34 વર્ષના વૈભવે 2011 માં એક જ કોલેજમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતો. આ સમય દરમિયાન તે બંને મિત્ર પણ બન્યા હતા અને ઇકો ફ્રેન્ડલી મોડેલનો આઇડિયા પણ મૂકાયો હતો.

અમરદીપ કહે છે કે, અમારા આસામમાં એરિકા પામના ઘણા છોડ છે. તેના પાંદડા નકામા પડ્યા રહે છે અને તેનો કોઈ ખાસ ઉપયોગ થતો નથી. જ્યારે રિસર્ચમાં એવી વાતો હતી કે, તેમાંથી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવી શકાય છે. તેથી અભ્યાસ દરમિયાન અમારા મનમાં આ વિચાર હતો અને અમે તેના વિશે સતત અભ્યાસ કરતા હતા. કોલેજમાં અમે તેમાંથી કેટલીક પ્લેટો તૈયાર કરી હતી. પછી અમારા બિજનેસ પ્લાનને પ્રથમ ઇનામ મળ્યું હતું. તેનાથી અમરો આત્મવિશ્વાસ વધી ગયો હતો.

ભણતર પૂરું થયા પછી બંનેને નોકરી મળી હતી પણ તેઓ તેમના આઇડિયા ઉપર કામ કરતા રહ્યા હતા. વર્ષ 2012 માં બંનેએ મળીને 20 હજાર રૂપિયાના ખર્ચે ‘પ્રકૃતિ’ નામે આસામમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તેઓએ એરિકાના સૂકા પાંદડામાંથી પ્લેટો, બાઉલ, ગ્લાસ જેવા ઉત્પાદનો તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે માર્કેટિંગ કાર્ય દિલ્હીથી શરૂ કર્યું હતું.

સૈથી પહેલા તેણે કેટલાક કેટરર્સ અને ઇવેન્ટ હોસ્ટને તેની પ્લેટો વેચી હતી. તેમનો વિચાર વિશિષ્ટ હોવાથી, લગ્ન, પાર્ટીઓ અને મોટા કાર્યક્રમોમાં તેની પ્લેટની માંગમાં વધારો થયો હતો. બાદમાં લોકોએ તેમને વ્યક્તિગત સ્તરે પણ ઓર્ડર આપવાનું શરૂ કર્યું હતું. પહેલા વર્ષે લગભગ 6 લાખનો બિઝનેસ બંને મિત્રોએ કર્યો હતો. અમરદીપ કહે છે કે, એક વર્ષ પછી અમે સારી સ્થિતિમાં હતા. લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો, પરંતુ સમસ્યા ઉત્પાદનની હતી. અમારી પાસે કોઈ ઉત્પાદન એકમો નથી અને મોટા મશીનો પણ નથી જેથી શક્ય એટલા ઓર્ડરને પુરા કરી શકીએ.

થોડા વર્ષો પછી અમે અમારી બચતથી તમિલનાડુમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું. ત્યાં અમે કેટલાક કારીગરોને રાખ્યા, તેમને પ્રશિક્ષિત કરી ઉત્પાદન શરૂ કર્યું. ધીરે ધીરે તેની ઓળખ બની અને ગ્રાહકોની સંખ્યા પણ વધતી ગઈ.

વર્ષ 2014 માં વૈભવે તેની નોકરી છોડી અને આ વ્યવસાયમાં સંપૂર્ણપણે વ્યસ્ત થઈ ગયો. 2 વર્ષ પછી એટલે કે 2016 માં અમરદીપે પણ નોકરી છોડી દીધી. ત્યારથી બંને એક સાથે કામ કરી રહ્યા છે અને તેઓ સારી વૃદ્ધિ પામી રહ્યા છે.

અમરદીપ કહે છે કે, જો અમને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો ત્યારે અમે અમારા ઉત્પાદની વિવિધતામાં વધારો કર્યો. અમે હાલમાં પ્લેટો, બાઉલ, મગ, ગ્લાસ સહિત 70 થી વધુ જાતના પ્રોડક્ટનું ઉત્પાદન કરી રહ્યા છીએ. હવે અમે ઉત્પાદન માટે તમિલનાડુની સાથે કર્ણાટકમાં પણ આ કામ શરૂ કર્યું છે. ખાસ વાત એ છે કે, અમે આ માટે કોઈ છોડ કાપતા નથી. અમે ફક્ત તે જ પાંદડાઓનો ઉપયોગ કરીએ છીએ જે શુષ્ક હોય છે અને જે જાતે ઝાડ પરથી નીચે પડી ગયા છે.

તેઓ કહે છે કે, ગયા વર્ષે અને ફરી આ વર્ષે કોરોનાને કારણે ઉત્પાદન અને માર્કેટિંગ બંનેને અસર થઈ હતી. અમે જે ઝડપે આગળ વધી રહ્યા હતા, તેના પર એક પ્રકારનો બ્રેક લાગી હતી. જો કે, સારી વાત એ છે કે હવે પરિસ્થિતિમાં પાછો બદલાઈ થઇ રહ્યો છે અને લોકો પણ ઈકોફ્રેન્ડલી ટ્રેંડ તરફ આગળ વધી રહ્યા છે. તેમનામાં જાગૃતિ વધી છે.

માર્કેટિંગ અંગે અમરદીપ કહે છે કે, શરૂઆતમાં અમે કેટરર્સ અને ઇવેન્ટ હોસ્ટને નિશાન બનાવ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયાની મદદ લીધી હતી. સતત પોસ્ટ કરવાનું અને અપડેટ કરવાનું શરૂ કર્યું. તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી અમે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર આવ્યા, અમારી પોતાની વેબસાઇટ દ્વારા માર્કેટિંગ શરૂ કર્યું.

હાલમાં, તેઓ ઓનલાઇન તેમજ ઓફલાઇન માર્કેટિંગ કરી રહ્યાં છે. તેઓ દેશના ઘણા શહેરોમાં રિટેલરો ધરાવે છે. તેઓ ભારત, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના 18 દેશોમાં તેમના ઉત્પાદનોની સપ્લાય કરી રહ્યા છે. દર મહિને તેમને મોટી સંખ્યામાં ઓર્ડર મળી રહ્યા છે. તેમણે 140 લોકોને રોજગાર પણ આપ્યો છે.

અમરદીપ જણાવે છે કે, અમે અમારા ઉત્પાદન માટે કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતા નથી. અમે ફક્ત પાણીની સહાયથી બધા ઉત્પાદનો બનાવીએ છીએ. પ્રથમ તેઓ ખેડૂતો પાસેથી સૂકા પાંદડા એકત્રિત કરે છે. તે પછી તેને પાણીથી સાફ કરવામાં આવે છે. પછી તેમને થોડા સમય માટે પાણીની અંદર રાખવામાં આવે છે. જ્યારે પાણી તેમાં સારી રીતે ભળી જાય છે, ત્યારે તેને તડકામાં સૂકવવામાં આવે છે.

આ પછી તેને મશીનની સહાયથી હિટ અને કમ્પ્રેસ કરે છે. મશીનમાં વિવિધ કદની પ્લેટો લગાવી હોય છે. પ્રક્રિયા કર્યા પછી, પ્લેટો, બાઉલ જેવા ઉત્પાદનો બનીને તૈયાર છે. આ પછી તેમનું પેકેજિંગ અને માર્કેટિંગ કાર્ય થાય છે. મહિલાઓનો આમાં મોટો ભાગ છે. મોટાભાગના નિર્માણ કાર્ય મહિલાઓ દ્વારા સંચાલિત થાય છે.

ભારતમાં કર્ણાટક, કેરળ અને આસામમાં સૈથી વધુ એરિકા પામનું ઉત્પાદન થાય છે. અહીં એરિકાના સૂકા પાંદડાની કોઈ તંગી નથી. જો તમે આ રાજ્યોના છો અથવા તમે એરિકાના પાંદડા ગોઠવી શકો છો, તો તમારા વ્યવસાય માટે આ એક સારું ક્ષેત્ર છે. જો તમારું બજેટ ઓછું છે, તો પછી 2 થી 3 લાખ રૂપિયામાં તમે કેટલાક કારીગરોને રાખીને મશીનની મદદથી ઉત્પાદનો બનાવવાનું શરૂ કરી શકો છો. જો તમને એરિકા પામના પાંદડાઓ એકત્રિત કરવામાં મુશ્કેલી લાગે છે, તો પછી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

આજકાલ વાંસ, ડાંગરનો ભૂકો, શેરડીનો કચરો, કેળાનાં કચરામાંથી મોટી સંખ્યામાં ઈકોફ્રેન્ડલી ઘરેલુ ઉત્પાદનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. અત્યારે તેમની માંગ પણ છે અને તેમાં ખર્ચ પણ ઓછો છે. વિશાખાપટ્ટનમની રહેવાસી વિજય લક્ષ્મી છેલ્લા 2 વર્ષથી શેરડીના કચરામાંથી ઈકોફ્રેન્ડલી ક્રોકરી પ્રોડક્ટ્સ તૈયાર કરી માર્કેટમાં સપ્લાય કરી રહી છે. દર મહિને 200 થી વધુ ઓર્ડર તેમની પાસે આવી રહ્યા છે. ઘણા મોટી હોટલોમાં પણ તેમના પ્રોડકટ્સ ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *