શર્મસાર થયું રાજકોટ- પ્રસાદીના બહાને બે બાળકીઓને રૂમમાં બોલાવી 65 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ

દુષ્કર્મ (Mischief) ના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યા છે. દરરોજ ન જાણે કેટલીય છોકરીઓ આ નરાધમોના હવસનો શિકાર બનતી હશે. આવી જ માનવતાને શર્મસાર કરતી…

દુષ્કર્મ (Mischief) ના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યા છે. દરરોજ ન જાણે કેટલીય છોકરીઓ આ નરાધમોના હવસનો શિકાર બનતી હશે. આવી જ માનવતાને શર્મસાર કરતી એક ઘટના રાજકોટ (Rajkot) માંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહીં રાજકોટના ગોંડલ (Gondal) ના સડક પીપળિયા ગામે એક 65 વર્ષીય વૃદ્ધ નરાધમે એક સાડા ત્રણ વર્ષની માસુમ બાળકી તેમજ એક 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમે બંનેની માસુમતાનો લાભ ઉઠાવ્યો હતો.

વાસ્તવમાં, દાદાની ઉંમરના વ્યક્તિએ ભાગ અને પ્રસાદી આપવાનું કહી સાડાત્રણ વર્ષ અને 5 વર્ષની બાળકીને રૂમમાં બોલાવી ત્યારે બંને બાળકીના ચહેરા પર સ્મિત રેલાઇ ગયું હતું, બંને બાળકીઓ હસતી કૂદતી રૂમમાં પ્રવેશી ત્યારે એ માસૂમને ક્યાં ખબર હતી કે થોડી જ ક્ષણોમાં માનવતા શર્મસાર થવાની છે, જેને દાદા કહ્યા એ જ હેવાને બંને બાળકીને ખોળામાં બેસાડી પ્રસાદી આપ્યા બાદ બંનેની માસૂમતાનો ગેરલાભ ઉઠાવ્યો હતો. બંને માસુમ પર આ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું.

આ પછી બંને બાળકી પોતાના ઘરે પહોંચી ત્યારે સાડાત્રણ વર્ષની બાળકીએ ગુપ્ત ભાગે દુખાવો થવાનું કહેતા જ માતાએ તેને ચેક કરી હતી. આ દરમિયાન બાળકી લોહીલુહાણ થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની 24 કલાક સુધી એ માસૂમ બાળકીએ મોઢામાં અન્નનો દાણો પણ નાખ્યો નહોતો અને કણસતી રહી હતી. જેથી પીડિતની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વૃદ્ધની ધરપકડ કરી છે.

મહિલાએ પોલીસ ફરિયાદમાં સાલીકરામ રામસધાર કોળી (ઉ.વ.65)નું નામ આપ્યું હતું, વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે તેની સાડાત્રણ વર્ષની પુત્રી તથા પાડોશમાં રહેતા પરિવારની 5 વર્ષની પુત્રી નજીકમાં આવેલા ક્વાર્ટર્સના બીજામાળે રહેતા સાલીકરામ કોળીના ઘરે રમવા ગઇ હતી. થોડીવાર બાદ તેની સાડા ત્રણ વર્ષની પુત્રી અને પાડોશીની 5 વર્ષની બાળકી ઘરે આવ્યા હતા.

ઘરે આવ્યા બાદ 5 વર્ષની બાળકીએ કહ્યું હતું કે, સાલીકરામે પ્રસાદીના નામે ઘરમાં બોલાવ્યા બાદ તેના રૂમની સ્ટોપર બંધ કરી દીધી હતી અને બંને બાળકીને ખોળામાં બેસાડી હતી, થોડીવાર બાદ 5 વર્ષની બાળકીને ખોળામાંથી ઉતારી બાજુમાં બેસાડી તેની સાથે બીભત્સ હરકતો કરવા લાગ્યો હતો. જ્યારે સાડા ત્રણ વર્ષની બાળકીને ખોળામાં બેસાડી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સાડાત્રણ વર્ષની બાળકીને શુક્રવારે ગોંડલ હોસ્પિટલમાં અને રાત્રે ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડી હતી.

બ્લીડિંગ થતું’તું, તપાસવા નહીં દેતી હોવાથી બાળકીને બેભાન કરવી પડી : ડોક્ટર
બાળકીનું શનિવારે સવારે તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ડોક્ટરોએ જણાવ્યું કે, બાળકીને બ્લીડિંગ થતું હતું, તે તપાસવા દેતી નહોતી, સતત રડતી હતી જેથી બાળકીને એનેસ્થેસિયા આપી બેભાન કર્યા બાદ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. આ સિવાય તબીબે નિસાસો નાખતા કહ્યું હતું કે, છેલ્લા ત્રણેક વર્ષથી બાળકીઓ સાથેના આવા કૃત્યના કિસ્સા વધ્યા છે, જ્યારે આવા બાળકોને અમારે ચેક કરવાના આવે ત્યારે દુ:ખ થાય છે, સમાજ કઇ દિશામાં જઇ રહ્યો છે તે વિચાર ધ્રુજાવી દે છે. ક્યારે સુધારશે આ નરાધમો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *