ફરી એકવાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી કચ્છની ધરા: 24 કલાકમાં અનુભવાયા 2 આંચકા- લોકોમાં ભયનો માહોલ

કચ્છ(ગુજરાત): હાલમાં છવાયેલા વરસાદી વાતાવરણ દરમિયાન કચ્છ(Kutch)માં આજે શનિવારે ભૂકંપ(Earthquake)ના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. જિલ્લાના ભચાઉ(ભચાઉ) નજીક બે નાની તીવ્રતા ધરાવતા ભૂકંપના આફ્ટર…

કચ્છ(ગુજરાત): હાલમાં છવાયેલા વરસાદી વાતાવરણ દરમિયાન કચ્છ(Kutch)માં આજે શનિવારે ભૂકંપ(Earthquake)ના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. જિલ્લાના ભચાઉ(ભચાઉ) નજીક બે નાની તીવ્રતા ધરાવતા ભૂકંપના આફ્ટર શોક રિક્ટર સ્કેલ પર નોંધાયા હતા. ભચાઉ નજીક 2.4ની તીવ્રતા તેમજ દુધઈ(dudhai) પાસે 2.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત, જિલ્લામાં અનેક નાના મોટા ભૂકંપની આંચકા અનુભવાઈ ચૂક્યા છે.

જાણવા મળ્યું છે કે, વધુ બે આંચકા પૂર્વ કચ્છમાં અનુભવાયા હતા. વર્ષ 2001ના ભૂકંપ બાદ વાગડ ફોલ્ટલાઈન પર સતત ભૂગર્ભ ગતિવિધિ ચાલી રહી હોય તેમ સમયાંતરે આફ્ટર શોક આવતા જ રહે છે. છેલ્લા 20 વર્ષમાં તેની સંખ્યા હાજરોમાં નોંધાઇ ચુકી છે. આ ઉપરાંત, તેમાં વધારો કરતા વધુ બે આંચકા પૂર્વ કચ્છમાં અનુભવાયા હતા.

આફ્ટર શોકથી ડરવાની જરૂર નથી. ભચાઉ નજીક ગઈકાલે રાતે 2:40 મિનિટે 2.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આજે શનિવારે સવારે અંજારના દુધઈ નજીક 2.1નો આંચકો રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો. આ અંગેભૂસ્તરશાસ્ત્રીનું કહેવું છે કે, આફ્ટર શોકથી ડરવાની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *