ઇકો કારનું ટાયર ફાટતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી- વૃદ્ધ દંપતીનું દર્દનાક મોત

Published on Trishul News at 12:20 PM, Wed, 17 May 2023

Last modified on May 17th, 2023 at 12:22 PM

Accident in Surendranagar: રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત (Accident)ના બનાવો સામે આવતા રહેતા હોય છે અને તેમાં કેટલાય લોકોના દર્દનાક મોત થાય છે. ત્યારે હવે સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સાયલા હાઇવે (Sayla Highway Accident) પર મોડેલ સ્કુલ નજીક વહેલી સવારે ચોટીલા આવી રહેલી ઇકો કારનું ટાયર અચાનક ફાટી જવાને કારણે કાર 10 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી હતી જેમાં બે લોકોના મોત (Two people died in Accident) થયા હતા. ત્યારે અકસ્માતની ઘટના પછી આજુબાજુમાંથી દોડી આવેલા લોકો દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લોહિલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યારબાદ ફરજ પરના હાજર ડોકટરો દ્વારા એમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં ધાંધલપુરના વૃદ્ધ દંપતિને સારવાર મળે એ પહેલા જ બન્નેના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. આ વૃદ્ધ દંપતિ ધ‍ાંધલપુરથી સાયલા આંખની હોસ્પિટલે જઇ રહ્યાં હતા ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

મહત્વનું છે કે, આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા હાલમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. સાયલા પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક જ ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને વૃદ્ધ દંપતિની લાશને પોસ્ટ મોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના નામ:

ગમખ્વાર અકસ્માતમાં નટવરભાઇ બાબુભાઇ મકવાણા- ઉંમર વર્ષ- 60 ( રહે- ધાંધલપુર, તા- સાયલા ) અને લત્તાબેન નટવરભાઇ મકવાણા- ઉંમર વર્ષ- 58 ( રહે- ધાંધલપુર, તા- સાયલા )નું કરુણ મોત થયું છે.

અકસ્માતમાં ઘાયલ થયેલ ઇજાગ્રસ્તોના નામ:

ગમખ્વાર અકસ્માતમાં જેઠાભાઇ માત્રાભાઇ કલોત્રા ( રહે- ભાડુકા, તા- સાયલા ),  કંચનબેન બચુભાઇ મકવાણા ( રહે- ધાંધલપુર, તા- સાયલા ), વિનયભાઇ ચાવડા ( રહે- મુંબઇ ), ઇશ્વરીબેન વિનયભાઇ ચાવડા ( રહે- મુંબઇ ) અને ધ્રુવ વિનયભાઇ ચાવડા ( રહે- મુંબઇ ) ઈજાગ્રસ્ત થયા હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "ઇકો કારનું ટાયર ફાટતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી- વૃદ્ધ દંપતીનું દર્દનાક મોત"

Leave a comment

Your email address will not be published.


*