સુરત: વરાછા વિસ્તારમાં ઓફિસમાં ઘૂસી બે લૂંટારૂએ કરી 2.20 લાખ ના હીરાની લૂટ

Published on: 6:35 pm, Mon, 19 October 20

સુરત માં અવાર નવાર નાની મોટી લૂટ-ચોરી ની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર  વરાછામાં ઓફિસમાં ઘૂસી બે લૂંટારૂએ તિક્ષ્ણ હથિયારની અણીએ 2.20 લાખના હીરાની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે.

મૂળ ભાવનગરના અને વરાછા વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સોસાયટીમાં પરષોતમભાઈ શામજીભાઈ પરમાર(ઉ.વ.57) પોતાના પરિવાર સાથે રહે છે અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની વરાછામાં જ વર્ષા સોસાયટીમાં ઓફિસ આવેલી છે. જેમાં રોજ રાત્રે 8 વાગ્યા આસપાસ બે અજાણ્યા ઈસમો હીરા જોવાના બહાને આવ્યા હતા. ત્યારબાદ તેમના હાથમાં રહેલા હીરાના પેકેટ લઈને ભાગી ગયા હતા. 25 જેટલા હીરાના પેકેટની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. બંને લૂંટારૂ ભાગતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે.

પરસોતમભાઈના જણાવ્યા પ્રમાણે, તેમના હાથમાં રહેલા એક પેકેટમાં 10 હજારના ભાવના 22.3 કેરેટ હીરા હતા.જેની કિંમત 2.20 લાખ છે. જ્યારે અન્ય 24 પેકેટમાં કેટલા હીરા હતા તેની માહિતી નથી. જોકે, આ પેકેટમાં પણ જો હીરા હોય તો લાખો રૂપિયાના હીરાની લૂંટ થવાની શક્યતા છે. જોકે, પરસોતમભાઈએ બે અજાણ્યા સકસો વિરુદ્ધ હાલ 2.20 લાખના હીરા લૂટ ની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ અને સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle