કોર્ટમાં પહોચે એ પહેલા જ સુરતના બે લૂંટારૂ ફિલ્મીઢબે થયા પોલીસની નજર સામેથી ફરાર- PI સહીત પાંચ સસ્પેન્ડ

Published on Trishul News at 12:30 PM, Sat, 19 June 2021

Last modified on June 19th, 2021 at 12:30 PM

તાજેતરમાં સુરતમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં લાજપોર જેલમાંથી લુંટના બે કેદીને માંગરોલ કોર્ટમાં લઇ જતી વખતે એક પીઆઈ અને 5 પોલીસકર્મી હોવા છતાં આ બે લુટારુ હાથકડી સાથે પોલીસને ચક્મો આપીને ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી ચાલુ બસમાં પાછળની કાચની બારી ખોલી ભાગી જતા પોલીસ તેને પકડવા માટે દોડી હતી. એટલામાં બીજો આરોપી જેને બન્ને હાથોમાં હાથકડી હતી છતાં તે પણ બસમાંથી ભાગી ગયો હતો.

મળતી માહિતી મુજબ, બન્ને આરોપીઓને માંગરોલ કોર્ટમાં તારીખ પર હાજર કરવા લાજપોર જેલથી સવારે પોલીસ જપ્તા સાથે લઈ ગયા હતા. ત્યાંથી સાંજે પરત આવતા હતા ત્યારે સાંજે 4:20 વાગ્યે રસ્તામાં સચીન હોજીવાલા વાંઝ પુલ પાસે ટર્ન આવતો હોવાથી બસ ધીમી પાડવામાં આવી અને પોલીસની નજર ચુકવી પહેલા આરિફ ઉર્ફે ચિસ્તી મો.હૈદર કાચની ઈમરજન્સી બારીમાંથી ચાલુ બસમાં કૂદકો મારી ભાગતા પોલીસ દ્વારા ગાડી સાઇડ પર લઈ પકડવા જતા બીજો આરોપી મુકેશ ઉર્ફે વિશાલ રત્ના બારીયા બસમાંથી ભાગી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે સચીન પોલીસ દ્વારા બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રીઢા આરોપી ભાગી જતા કામરેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એસ.સૈયદ, ઓલપાડ પોલીસના એએસઆઈ ઘનસુખ ડાહ્રા, કીમ પોલીસના એલઆર ઈશ્વર રમેશ, માંગરોલ પોલીસના એલઆર જગદીશ ગોવિંદ અને સુરત ગ્રામ્ય હેડ કવાર્ટરના કલ્પેશ રામુને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ​​​​​​​બંનેને હાથકડી પહેરાવામાં આવી હતી. તેમ છતાં બસમાં પાછલી સીટની પાછળ કાચની બારી ખોલી એક ભાગી ગયો હતો. આમ તો પોલીસની બસમાં લોંખડની ગ્રીલ હોય છે. પરંતુ, આ બસમાં કાચની બારીમાં ગ્રીલ ન હતી. એટલું જ નહિ આ બસમાં પીએસઆઈ આગળ અને બે પોલીસવાળા તેમજ એક આરોપી વચ્ચેની સીટ પર બેઠા હતા. જયારે ભાગી ગયેલા આ બન્ને આરોપી છેલ્લી સીટ પર બેઠા હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "કોર્ટમાં પહોચે એ પહેલા જ સુરતના બે લૂંટારૂ ફિલ્મીઢબે થયા પોલીસની નજર સામેથી ફરાર- PI સહીત પાંચ સસ્પેન્ડ"

Leave a comment

Your email address will not be published.


*