ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

વરાછામાં ગરનાળાની ગડર તૂટી પડતા બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત

સુરતમાં અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. એવામાં આજે પણ એવી છે ઘટના વરાછામાંથી બનેલી છે. રેલ્વે સ્ટેશન નજીક આવેલા ગરનાળાની ગડર અચાનક તૂટી પડી હતી.

ગડર તૂટી પડતા તેની નીચેથી પસાર થયેલા ટેમ્પાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને ટેમ્પો ડ્રાઈવરને ગંભીર રીતે ઈજા પહોંચી હતી.

બ્રિજ નીચે બેસી રોજગારી મેળવા મોચીના બંને પગ દબાયા
સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, રેલવે ગરનાળા બ્રિજ તરીકે ઓળખાતા બ્રિજની ગડર અચાનક તૂટી પડી હતી. ભારે ટ્રાફિકવાળા વિસ્તારથી ઓળખાતા અને રેલવે સ્ટેશન અને વરાછાને જોડતા બ્રિજની આ ગડર બીજી વાર તૂટી પડી છે. આજે થયેલી દુર્ઘટનામાં બ્રિજ નીચે બેસીની રોજગારી મેળવતા મોચીના બંને પગ પર ગડર નીચે દબાય જવાથી ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

જેથી તેને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે પસાર થતા ટેમ્પો પર ગડર પડતા તેના ડ્રાઇવરને પણ ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાની ન નોંધાય હોવાનું કહેવાય રહ્યું છે. આ અગાઉ પણ એક વખત ગડર તૂટી પડી હતી. ત્યારે એક ડીલીવરી બોય પરા ગડર તૂટી પડી હતી. એવામાં એસએમસી ની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. શું ગરનાળાનું કોઈ મેન્ટેન કામ કરવામાં નહી આવતું હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en