મોડી રાત્રેરસ્તા પરથી જતી હતી બે બહેનો, અચાનક 8 નશેરી સામે આવ્યા અને…

બિહારમાં રસ્તા પરથી પસાર થઇ રહેલી બે બહેનો સાથે આઠ નરાધમોએ દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ ઘટના દરમિયાન યુવતીઓનો વીડિયો પણ બનાવ્યો. શુક્રવારે…

બિહારમાં રસ્તા પરથી પસાર થઇ રહેલી બે બહેનો સાથે આઠ નરાધમોએ દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ ઘટના દરમિયાન યુવતીઓનો વીડિયો પણ બનાવ્યો. શુક્રવારે પીડિત બહેનોએ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી.

આ મામલો બિહારના સીતામઢી જિલ્લાના કન્હોલી ક્ષેત્રનો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર ગુરુવારની રાતે 8 વાગ્યે બે યુવતીઓ રસ્તા પરથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન એક મહિલાએ તેને સરેહ તરફ ચાલવા કહ્યું.

મહિલા સાથે આગળ વધ્યા બાદ આરોપીઓએ યુવતીઓને પકડી લીધી અને પોતાની સાથે લઇ ગયાં. આઠ યુવકોએ યુવતીઓ સાથે બળાત્કાર ગુજાર્યો. જો કે જે મહિલા સાથે યુવતીઓ જઇ રહી હતી તે ભાગી ગઇ.

ખરાબ હાલતમાં યુવતીઓ ઘરે પહોંચી તે બાદ માને ઘટના અંગે જાણ થઇ. પીડિત યુવતીઓના નિવેદનના આધારે પોલીસે કેસ દાખલ કર્યો. યુવતીઓને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી.

એક અખબારના રિપોર્ટ અનુસાર, પોલીસે કમલેશ કુમાર, અનિલ કુમાર, સજીત કુમાર, નાગેન્દ્ર કુમાર, રાજુ કુમાર, પશુરામ કુમાર તથા ગોવિંદા કુમાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ધરપકડ માટે પોલીસ દરોડા પાડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *