સેકંડો જિંદગીઓનો આ બે અમદાવાદી વિદ્યાર્થીઓએ કર્યો વિચાર: આપઘાતને અટકાવવા માટે કર્યું એવું કાર્ય કે… – તમે પણ કહેશો વાહ!

ગુજરાત: અમદાવાદ (Ahmedabad) શહેર (City) માં આપઘાત (Suicide) ના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. શહેરનાં બ્રિજ પરથી લોકો નદીમાં કૂદીને આપઘાત કરતા હોવાની…

ગુજરાત: અમદાવાદ (Ahmedabad) શહેર (City) માં આપઘાત (Suicide) ના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. શહેરનાં બ્રિજ પરથી લોકો નદીમાં કૂદીને આપઘાત કરતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવા  બનાવને અટકાવવા ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સુસાઇડ પ્રિવેશન મોડલ પ્રોજેક્ટ બનાવ્યો છે.

સાબરમતી નદી પર આવેલ બ્રિજ પર કેમેરા તથા બ્રિજની નીચે સેન્સર લગાવાય કે, જેથી જ્યારે કોઈપણ વ્યક્તિ નદીમાં કૂદવાનો પ્રયાસ કરે એટલે તરત જ સેન્સર એક્ટિવ થઈ જાય તેમજ કંટ્રોલરૂમમાં કેમેરામાં દેખાય કે કોઈ નદીમાં પડ્યું છે તેમજ જેનાથી નદીમાં પેટ્રોલિંગ કરતી ફાયર રેસ્ક્યુ બોટ તાત્કાલિક ત્યાં પહોંચીને આપઘાત કરનાર વ્યક્તિને બચાવી શકે છે.

કેમેરા અને સેન્સર બેઝ પ્રોજેક્ટ:
અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા કુશ અગ્રવાલ તેમજ ત્રિશા સૈની નામના વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ બનાવ્યો છે. જેનાં અંગે કુશ અગ્રવાલ જણાવે છે કે, નદી પરથી આપઘાત કરતા હોય છે એમજ જ્યારે બ્રિજ પરથી નદીમાં પડે તેની જલ્દી કોઈને ખ્યાલ નથી આવતો.

આવા બનાવોને અટકાવવા માટે વિચાર કર્યો તો આની માટે અમે કેમેરા તથા સેન્સર બેઝ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે કે, જેમાં સીસીટીવી કેમેરા બ્રિજ પર લગાવી દેવામાં આવે જેનો એક અલગ કંટ્રોલરૂમ અથવા પોલીસ કંટ્રોલરૂમમાં મોનિટરિંગ કરવામાં આવે.

બ્રિજની નીચે સેન્સર લગાવેલ હોવાથી જ્યારે કોઈ વ્યક્તિ નદીમાં નીચે પડે એટલે તરત જ સેન્સર એક્ટિવ થઈ જાય તેમજ મોનિટરિંગ કરતો વ્યક્તિ તરત જ ફાયરબ્રિગેડ તથા પોલીસને જાણ કરે કે, જેથી રેસ્ક્યૂ બોટ તાત્કાલિક ત્યાં પહોંચીને વ્યક્તિને બચાવી શકે છે.

ખુબ ઓછા ખર્ચે નદી પરથી કૂદીને આપઘાત કરતા લોકોને બચાવી શકાય:
ત્રિશા સૈની જણાવે છે કે, કોરોનાં તેમજ લોકડાઉનમાં આપઘાતના બનાવો અંગે અમે મીડિયામાં વાંચતા હતા. લોકો બ્રિજ પરથી સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરતા હોય છે કે, જેથી આવી ઘટનાઓને અટકાવવા માટે મારા સાથી મિત્ર કુશ અગ્રવાલની સાથે મળી આ પ્રોજેક્ટ બનાવ્યો છે.

એક બ્રિજ પર કેમેરા તેમજ કુલ 6 સેન્સર લગાવવાનો અંદાજે ખર્ચ 2.10 લાખ રૂપિયા જેવો થાય છે. ખુબ ઓછી કિંમતમાં નદી પરથી કૂદીને આપઘાત કરતા લોકોને બચાવી શકાય છે. સમગ્ર પ્રોજેક્ટનું મોડલ અમે બંનેએ બનાવ્યું છે કે, જેમાં કેમેરા તથા સેન્સર કઈ રીતે કામ કરે છે જેની સમગ્ર માહિતી છે. આ પ્રોજેક્ટનું મોડલ અમદાવાદના મેયર કિરીટ પરમારને બતાવતા એમણે આ અંગે વિચારણા કરી જાણ કરવા જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *