જમ્મુ કાશ્મીરમાં 370 હટાવવાનો મોદી સરકારના નિર્ણય ઉપર યુ.એ.ઈ એ આપ્યું રિએક્શન..

સંયુક્ત અરબ અમીરાત એ જમ્મુ કાશ્મીર ને લઈને કેન્દ્ર શાસિત પ્રદેશો માં રાજ્યનું વિભાજન કરવા માટે મોદી સરકારના આ નિર્ણય પર ખૂબ જ સારી રીતે…

સંયુક્ત અરબ અમીરાત એ જમ્મુ કાશ્મીર ને લઈને કેન્દ્ર શાસિત પ્રદેશો માં રાજ્યનું વિભાજન કરવા માટે મોદી સરકારના આ નિર્ણય પર ખૂબ જ સારી રીતે રિએક્શન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સદસ્યો સહિત અન્ય દેશોના સરકારને પણ નવી સરકાર દ્વારા કાશ્મીર ની જાણકારી એક દિવસ પહેલા જ આપવામાં આવી હતી.

ભારતમાં સંયુક્ત અરબ અમીરાત ના રાજદૂત ડોક્ટર અહમદ અલ બનાયે જણાવ્યું કે, કાશ્મીર ધારા 370 હટાવવી તે ભારત સરકાર નો અંદર નો મામલો છે. તેમણે જણાવ્યું કે,રાજ્યનું પુનર્ગઠન સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અનોખી ઘટના નથી. પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ ક્ષેત્રીય અસમાનતાને ઓછી કરવાની અને સંપ વધારવા ની છે. જે ભારત સરકાર માટે આંતરિક મામલો છે.

જણાવીએ કે મોદી સરકાર દ્વારા એક દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવશે તેવું એલાન કરવામાં આવ્યું હતું. તેની સાથે જમ્મુ-કાશ્મીરમાં મળેલ વિશેષ રાજ્ય નો દરજ્જો પૂર્ણ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદાખ ને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની પણ માહિતી આપી હતી.

શું છે આર્ટિકલ 370?

આર્ટિકલ 370 શું છે અને તેને હટાવવા થી શું ભારતને અસર થાય છે? ચાલો જાણીએ.

1.આ વિશેષ દરજ્જાના કારણે જમ્મુ કાશ્મીર રાજ્ય ઉપર સંવિધાન ની ધારા 356 લાગુ પડતી નથી.

2.કાશ્મીરની મહિલા ઉપર શરતો અને કાનુનો લાગુ પડે છે

3. જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ અલગ કરવામાં આવતો હતો. જે હવે સમગ્ર રાષ્ટ્રના તિરંગો ફરકાવવામાં આવશે.

4. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા કાર્યક્ષેત્ર છ વર્ષનું હોય છે.જે હવે અન્ય રાજ્યોની જેમ પાંચ વર્ષનું કરવામાં આવશે.

5. જમ્મુ કાશ્મીર ની કોઈપણ મહિલા અને રાજ્ય કે વિદેશમાં પુરુષ સાથે લગ્ન કરે તો પણ કશ્મીર માન્ય ગણાશે.

6. અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં ભારતના અન્ય લોકોને જમીન ખરીદવા માટે અધિકાર નહોતો. પરંતુ હવે જમ્મુ-કાશ્મીરમાં પણ અન્ય ભારતીય જમીન ખરીદી શકશે.

7. કાશ્મીરમાં પંચાયતના અધિકારો માન્ય નહિ થાય.

8. ધારા 370 ના કારણે કાશ્મીરમાં રહેવાવાળા પાકિસ્તાનનો પણ હવે ભારતીય નાગરિક બની શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *