મોદીનો જાદુ : દુબઈ ના બીઝનેસમેનો કરશે જમ્મુ-કાશ્મીર માં અબજો ડોલર નું રોકાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરમાં અબુધાબી ખાતે યોજાયેલી મુલાકાત દરમિયાન વૈશ્વિક અગ્રણી ૨૦થી વધુ અબજપતિ ભારતીય બિઝનેસમેનોએ ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં અબજો ડોલરના રોકાણની બાહેંધરી આપી છે. અબુધાબી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરમાં અબુધાબી ખાતે યોજાયેલી મુલાકાત દરમિયાન વૈશ્વિક અગ્રણી ૨૦થી વધુ અબજપતિ ભારતીય બિઝનેસમેનોએ ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં અબજો ડોલરના રોકાણની બાહેંધરી આપી છે.

અબુધાબી ખાતેની મુલાકાતમાં વડાપ્રધાનની વૈશ્વિક અસ્તિત્વ ધરાવતા અને અબજો ડોલરની વ્યક્તિગત નેટવર્થ ધરાવતા ટોચના બિઝનેસ ટાયકૂનો પૈકી  ૨૦થી વધુ અબજોપતિઓની બંધ બારણે મીટિંગ યોજાઈ હતી. જેમાં લુલુ ગુ્રપના યુસુફઅલી કે જેમની વ્યક્તિગત નેટવર્થ પાંચ અબજ ડોલરથી વધુ છે, અને ૨૨ દેશોમાં  અસ્તિત્વ સાથે ૧૭૪ શોપિંગ મોલ, હાઈપર માર્કેટસ ધરાવે છે, તેમણે  કાશ્મીરમાં લોજિસ્ટિક સેન્ટર, પ્રોક્યોરમેન્ટ સેન્ટર સ્થાપવા માટે ટીમ મોકલી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

આ સાથે એનએમસી હેલ્થકેરના ત્રણ અબજ ડોલરની અંગત નેટવર્થ ધરાવતા ડો.બી.આર.શેટ્ટીએ જણાવ્યું હતું કે, કંપની ૨૦૦થી વધુ હેલ્થકેર ફેસેલિટી ધરાવે છે, અને લંડનમાં લિસ્ટેડ છે. શેટ્ટીએ ભારતમાં જંગી રોકાણની તેમની યોજના હોવાનું અને વારાણસીમાં વધુ એક ૫૦૦ બેડની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવી રહ્યા છે.  જ્યારે કાશ્મીરમાં પોતાની એક અબજ ડોલરની રોકાણ યોજના હોવાનું અને આ રોકાણ હેલ્થકેર સાથે એજ્યુકેશન, એગ્રો પ્રોસેસીંગ, ફિલ્મ સિટી માટે કરવાની યોજના હોવાનું કહ્યું હતું.

વડાપ્રધાન સાથેની મીટિંગમાં ઉપસ્થિત રહેલા ૨૪ અબજ ડોલરની એક્ત્રિત વ્યક્તિગત સંપતિ ધરાવતા અન્ય અબજોપતિ બિઝનેસમેનો પૈકી લેન્ડમાર્ક ગુ્રપના ૩.૭૫ અબજ ડોલરની નેટવર્થ ધરાવતા મિક્કી જગતિયાની, દાનુબેના ત્રણ અબજ ડોલરની નેટવર્થ ધરાવતા રિઝવાન સાજન, જેમ્સ એજ્યુકેશનના ૨.૫ અબજ ડોલરની સંપતિ ધરાવતા સન્ની વર્કે, જમ્બો ઈલેક્ટના ૧.૭૫ અબજ ડોલરની નેટવર્થ ધરાવતા વિદ્યા છાબરિયા, વીપીએસ હેલ્થકેરના ૧.૫ અબજ ડોલરની નેટવર્થ ધરાવતા ડો.શમશેર વાયાલિલ, એસ્ટર ડીએમના એક અબજ ડોલરની નેટવર્થ ધરાવતા ડો.આઝાદ મુપેન અને અલ આદિલ ટ્રેડીંગના એક અબજ ડોલરની નેટવર્થ ધરાવતા ધનંજય દાતાર ઉપસ્થિત હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *