યુક્રેન આકરા પાણીએ- રશિયા સેનાના 2 IL-76 પ્લેન ફૂંકી માર્યા, અઢીસોથી વધુ રશિયન સૈનિકો શહીદ થયાનો અંદાજ

રશિયા અને યુક્રેન વચ્ચે થઇ રહેલ લોહિયાળ જંગ આજે વહેલી સવારે પણ શરૂ રહી છે. ત્યારે એક તાજા રિપોર્ટ અનુસાર યુક્રેનની રાજધાની ક્યિવ થી 85…

રશિયા અને યુક્રેન વચ્ચે થઇ રહેલ લોહિયાળ જંગ આજે વહેલી સવારે પણ શરૂ રહી છે. ત્યારે એક તાજા રિપોર્ટ અનુસાર યુક્રેનની રાજધાની ક્યિવ થી 85 કિમી અને દૂર અને બીજું પ્લેન 20 કિમી દૂર તોડી પાડવામાં આવ્યા છે. આ પ્લેન II 76 કાર્ગો પ્લેન હતું. જેમાં 125 પેરા ટોપર્સ અને પાંચ ક્રુ મેમ્બર સમાવી શકે છે. Ukraine shot down 2 Russian IL-76 planes.

યુક્રેન તરફથી આ માહિતી આપવામાં આવી છે. યુક્રેનિયન સેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેઓએ એરલિફ્ટ કરી રહેલા બે કાર્ગો વિમાન ને તોડી પાડયા છે અને આ મામલે કેટલી જાનહાનિ થઈ છે, તે અંગે હજી સુધી કોઈ આંકડો બહાર આવ્યો નથી. પરંતુ આ કાર્ગોની ક્ષમતાના આધારે જોઈએ તો તે પ્લેનમાં ઓછામાં ઓછા ૨૫૦થી વધુ સૈનિકો સમાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

હાલમાં વિશ્વભરમાં રશિયાની ટીકા થઈ રહી છે. રશિયાના નાગરિકો પણ આ યુદ્ધ નો વિરોધ કરી રહ્યા છે. રશિયાના આ પ્લેનને ફૂંકી મારવાની ઘટનાને યુક્રેન રક્ષા મંત્રાલય લુગાન્સ 2014ના બદલા તરીકે જોઈ રહ્યું છે. રક્ષા મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, આર પ્લેન વાસીલકોવા નજીક લેન્ડ થવા જઈ રહ્યુ હતું ત્યારે અમે ફૂંકી માર્યું છે.

યુક્રેનમાં વસતા ભારતીયો માટે ધ્રુપદ પટેલએ ખાસ સંદેશ આપ્યો છે. સંદેશમાં યુક્રેન રહેતા ધ્રુપદ જણાવે છે કે, અત્યારે જે રશિયા અને યુક્રેન ની વચ્ચે યુદ્ધ નો માહોલ છે, તેમાં અત્યારે આપડા ભારતીય વિદ્યાર્થીઓ અહીંયા છે તેના પરીવારજન ને તમારા માધ્યમ થી અહીંયા ના હાલત ની સાચી માહિતી આપવા માગું છું. કે તે ત્યાંના ટીવી માધ્યમ થી યુક્રેન ની જે માહિતી આપવા મા આવે છે. તેને જોઈ ને અહીંયા રહેલા તમારા બાળકોને ઘર મા રેવા ની અને આવી મુશ્કેલી સામે ડરવા કરતા તેમાંથી કઇ રીતે બહાર નીકળવું તેવી સલાહ આપવી અને અત્યારે જે અહીંયા માહોલ છે યુદ્ધનો તે મા બાળકો ના માતા પિતા એ તેમ ને સાચી અને સારી સલાહ આપવા વિનંતી કે તે જ્યાં છે ત્યાં (ઘર ,હોસ્ટેલ) મા રહે બહાર રોડ પર ના નીકળે અત્યારે તેમના માટે તેમનું ઘર કે હોસ્ટેલ જ સલામત છે જ્યાં તેમને જમવા નું અને રેવાનું મળી રહે. તેનાથી ડરીને ભાગવા ની જરૂર નથી.

વધુમાં ધ્રુપદ પટેલ જણાવે છે કે, અહીના તમારા બાળકોને આવી સલાહ આપી ને તેના આત્મા વિશ્વાસ ને વઘાર વાનું કામ કરે અહીંયા ની ભારતીય દૂતાવાસ તેમ નું કામ કરે છે તે પણ જ્યાં છો ત્યાંજ રેહવા ની સલાહ આપે છે. જે બાળકો ઘર મૂકી ને બહાર નીકળે છે તે પોતાની જવાબ દારી પર નીકળે છે જેથી કરી ને તે રસ્તા મા જમવાનું કે રેવા નું ન મળતા ખૂબ હેરાન થાય છે. આથી હું એટલું જ કહેવા માંગુ છું કે જે બાળકો ના પરિવારજન તેમ ને ઘર કે હોસ્ટેલ મૂકી ને બહાર નીકળવા ની સલાહ આપે છે તે ના આપે છે જ્યાં છે ત્યાંજ રે તે ત્યાં સલામત રહે છે. ભારતીય દૂતાવાસ તેમ ને આ મુશ્કેલી માંથી બહાર કાઢવા પ્રયાસ કરી રહ્યું છે તેમના પર વિશ્વાસ રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *