ડીઝલના ભાવ વધતા આ ઉદ્યોગો પર થઇ રહી છે વિપરીત અસર- જાણો ક્યા પહોચ્યા ભાવ…

સૌરાષ્ટ્રના દરિયાકિનારાનાં વિસ્તારનાં અર્થતંત્રને અસરકર્તા અને લાખો લોકોને રોજગારી આપતો મત્સ્યોધોગ મંદિના ઝપેટામાં ફસાયો છે ત્યારે  ડિઝલનાં આકરા ભાવવધારાએ પડ્યા પર પાટુ માર્યું છે. દરિયામાં…

સૌરાષ્ટ્રના દરિયાકિનારાનાં વિસ્તારનાં અર્થતંત્રને અસરકર્તા અને લાખો લોકોને રોજગારી આપતો મત્સ્યોધોગ મંદિના ઝપેટામાં ફસાયો છે ત્યારે  ડિઝલનાં આકરા ભાવવધારાએ પડ્યા પર પાટુ માર્યું છે. દરિયામાં ફિશીંગ માટે જનારી બોટમાં ડિઝલનો ખર્ચો સતત વધી રહયો છે એક બોટ માલિકને વર્ષે દસેક લાખનો ખર્ચ વધી રહયો છે આ સંજોગોમાં આગામી તા. ૧ લી ઓગસ્ટથી શરૂ થનારી માછીમારી સિઝન શરૂ થવા અંગે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.

ડિઝલનાં ભાવ ઐતિહાસિક રૂ. ૮૧ ની સપાટી સુધી પહોંચી ગયા છે. દિલ્હીમાં પહેલીવાર પેટ્રોલ કરતા ડિઝલ મોંઘુ થયુ છે. ડિઝલનાં ભાવ વધારાની અસરમાંથી મત્સ્યઉધોગ પણ બાદ રહી શકયો નથી. માછીમારી માટે નીકળી બોટમાં એક સાથે આશરે ૧પ દિવસનો સ્ટોક કરીને  લઈ જાય છે એક બોટમાં આશરે ૩પ૦૦ થી ૪૦૦૦ લીટર ડિઝલની પંદર દિવસે જરૂર હોય છે. ભાવ વધારાએ બોટ માલિકોને ખર્ચનાં ઉંડા ખાડામાં ધકેલી દીધા છે. એક બોટ માલિકને વર્ષે દસેક લાખનો ખર્ચ વધી રહયો છે એટલી સામે કમાણી નથી. સોૈરાષ્ટ્રમાં આશરે ૧પ૦૦૦ અને ગુજરાતમાં રપ૦૦૦ બોટ માલિકો છે.

કોરોનાને કારણે માછીમારી ઉધોગ ભાંગી ગયો છે નિકાસ બંધી છે આ સંજોગોમાં ડિઝલનાં ભાવવધારાએ મત્સ્યોધોગની કમર ભાંગી નાખી હોવાનો રોષ માછીમારો અને બોટ માલિકોમાં જોવા મળી રહયો છે. આગામી તા. ૧ લી ઓગસ્ટથી ફિશીંગ સિઝન શરૂ થઈ રહી છે પરંતુ ડિઝલનાં ભાવવધારાથી બોટો ફિશીંગ માટે દરિયામાં જશે કે કેમ ? તે મોટો સવાલ ઉભો થયો છે. બે મહિનાનાં વેકેશન બાદ માછીમારોમાં સિઝન શરૂ થવાનો ઉત્સાહ હોવો જોઈએ તેનાં બદલે બોટ માલિકોમાં ડિઝલનાં ભાવ વધારાને લઈને ચિંતાનાં વાદળો ઘેરાયા છે.

ડિઝલનાં ભાવમાં લીટરે આશરે રૂ. ૩ર જેટલી એકસાઈઝ ડયુટીનો લદવામાં આવે છે. માછીમાર આગેવાનોએ જણાંવ્યુ હતું કે દસેક વર્ષ પહેલા ડિઝલનાં ભાવ વધ્યા ત્યારે કેન્દ્ર સરકારે માછીમારો માટે ખાસ એકસાઈઝ ડયુટીમાં માફી આપી હતી તેવી રીતે આ વર્ષે  એકસાઈઝ ડયુટી અને વેટમાં રાહત આપવામાં આવે તો બોટ ફીશીંગ માટે જઈ શકે તેમા છે. સોૈરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતનાં બોટ માલિકો પણ ડિઝલનાં ભાવ વધારાને લઈને રોષમાં છે કેન્દ્રમાં આ મામલે રજુઆતો કરવામાં આવી રહી છે. રાજયનાં લાખો માછીમારીની રોજી રોટી ફિશીંગ પર નિર્ભર છે ત્યારે ડિઝલનો આકરો ભાવવધારો પાછો ખંચાય અથવા તો રાહત આપવામાં આવે તેવી માગણી માછીમાર સંગઠનોએ રાષ્ટ્રીય સ્તરે પણ ઉઠાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *