અંડરવોટર વિલામાં જલસા કરી રહી છે કાજલ અગ્રવાલ, એકરાતનું ભાડું એટલું છે કે બંગલાને બંગલા બની જાય

Published on: 4:48 pm, Sat, 21 November 20

અભિનેત્રી કાજલ અગ્રવાલે અમુક સપ્તાહ અગાઉ જ તેનાં બોયફ્રેન્ડની સાથે લગ્ન કર્યા હતા તેમજ લગ્ન બાદ તે હનીમૂન માટે માલદીવ્સ ગઈ હતી. તેનાં હનીમૂનની તસ્વીરો પણ લગ્નનાં ફોટાની જેમ વાયરલ થઇ છે. કાજલ માલદીવ્સમાં એક અંડરવોટર વિલામાં રોકાઈ હતી. આ અંડરવોટર વિલા પણ લોકોનાં સર્ચમાં પ્રથમ નંબરે છે.

અંડરવોટર વિલાનું નામ મુરાકા રાખેલ છે. આ વિલા ખુબ જ મોંઘી પણ સુંદર છે. આ વિલામાં એક રાત રોકાવવાનાં ભાવ સાંભળીને તમે લોકો ચોંકી જશો. આ વિલામાં રાત્રી રોકાવવા માટે તમે 50,000 ડોલરનો ખર્ચ કરવો પડે છે. રિપોર્ટ્સ મુજબ, આ હોટલને બનાવવા માટે 15 મિલીયન જેટલા ડોલરનો ખર્ચ થયો હતો. મુરાકાની વાત કરીએ તો આ વિશ્વની પ્રથમ અંડરવોટર હોટલ વિલા છે. આ વિલા સમુદ્ર તટથી 16 ફૂટ જેટલી નીચે આવેલ છે. તેની તમામ દિવાલો કાંચની છે.

આ મુરાકાની રૂમમાંથી તમે સમુદ્રી જીવોને સરળતાથી જોઈ શકો છો. વર્ષ 2018માં આ વિલાની ચાલુ થઈ હતી. આ કોનાર્ડ માલદીવ્સ રંગાલી દ્વીપનો એક ભાગ છે. આ વિલા સ્ટીલ, કોંક્રીટ તેમજ એક્રેલિકનથી બનેલ છે. જેમાં જીમ તેમજ પ્રાઈવેટ સિક્યોરિટી ડિટેલ્સ માટે એક જુદો એરિયા આપ્યો છે. સમગ્ર વિલાને અનેક સુંદર રીતે ડિઝાઈન કરવામાં આવી છે.

કાજલ જે હોટલથી ફોટો શેર કર્યો છે, ફોટોઝમાં કાજલે તેનાં પતિ ગૌતમની સાથે પણ સારા એવા પોઝ આપીને ફોટા શેર કર્યા છે. તેણે તેનાં બેડરૂમની પણ ઝલક સૌને બતાવી છે. 30 ઓક્ટોબરનાં દિવસે કાજલ લગ્નનાં બંધનમાં બંધાઈ હતી. તેણે મુંબઈ શહેરમાં તેનાં બોયફ્રેન્ડ ગૌતમની સાથે લગ્ન કરવામાં આવ્યા છે.

કાજલનાં વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કાજલ સાઉથ ઈન્ડસ્ટ્રીનું ઘણું જાણીતું નામ છે. તેને બોલીવુડમાં અજય દેવગણની મુવી સિંઘમથી ઓળખ મળી હતી. મુવીમાં કાજલની એક્ટિંગને લોકોએ ખુબ જ પસંદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle