નારોલમાં અજાણ્યા બાઇકસવારે ટક્કર મારતા લવ – કુશના મોત..

Unidentified bikers collide with coconut love - Kush dies ..

નારોલ-લાંભા રોડ પર આજે રાત્રે અજાણ્યા બાઇકસવારે બે જોડિયા ભાઇઓને ટક્કર મારતા બન્ને ભાઇઓના મોત થયા છે. આ ભાઇઓના નામ લવ-કુશ હતા.

મૃતકોના પરિવારજનોનો આક્ષેપ છે કે ઘટનાના અડધો કલાક બાદ પણ પોલીસ કે 108 એમ્બ્યુલન્સ  સમયસર ન પહોંચતા બાળકોને રિક્ષામાં એલ.જી. હોસ્પિટલે પહોંચડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

નારોલ ગામ નજીકની ધરતી સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઇ ઇનામીના 10 વર્ષીય જોડિયા બાળકો લવ અને કુશ રાત્રે સાડા નવ વાગ્યે વાગ્યા આસપાસ સોસાયટીથી આશરે 100 મીટર દૂર રમવા માટે નીકળ્યા હતા.

ત્યાં અજાણ્યા બાઇકસવારે તેમને અડફેટે લીધા હતા અને બાદમાં ફરાર થયો હતો. એમ્બ્યુલન્સ સમયસર ન આવતા બાળકોને રિક્ષામાં એલ.જી. હોસ્પિટલને ખસેડવામાં આવ્યા હતા.

જો કે ત્યાં તબીતે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોના પિતા ઘનશ્યામભાઇ ઇનામીને અડફેટે લેતા રજસ્થાનના વતની છે અને અહીં છૂટક મજૂરી દ્વારા ગુજરાન ચલાવે છે. આજે અગિયારસ હોવાથી તેમણે સોસાયટીમાં હવન અને જમણવાર રાખ્યો હતો, પરંતુ આ ગોઝારા અકસ્માતના કારણે પ્રસંગનો માહોલ ગમગીની ભર્યો થઇ ગયો હતો.

લવ એ કુશ ઇસનપુરની ઇન્દ્રમણિ સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યા કરતા હતા.  મૃતકના કાકા  રોનક ઇનામીએ જણાવ્યું હતું કે પોલીસ પણ સમયસર આવી નહોતી અને 108 પણ સમયસર આવી નહોતી.  પોલીસ હજુ પણ ઘટનાસ્થળે કે હોસ્પિટલે પહોંચી નથી. બાળકોના માતા ભાવના બહેન પણ આ ઘટના બાદ બેભાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.