PM મોદીની અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય, કેબિનેટે કૃષિ કાયદાને હટાવવાની આપી મંજૂરી- હવે સંસદમાં જશે બીલ

બુધવારે એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે(Union Cabinet) મોટો નિર્ણય(Big decision) લીધો હતો અને સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર,…

બુધવારે એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે(Union Cabinet) મોટો નિર્ણય(Big decision) લીધો હતો અને સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કૃષિ અધિનિયમને પાછો ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પછી, 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં આ ત્રણેય કાયદાઓને સત્તાવાર રીતે પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને તેના માટે સરકાર એક બિલ લાવશે.

પીએમ મોદીએ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ રાષ્ટ્રને સંબોધિત કરતા નવા કૃષિ કાયદાઓને પરત ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે પીએમ મોદીએ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને તેમના ઘરે પાછા જવાની અપીલ કરી હતી અને MSPને અસરકારક અને પારદર્શક બનાવવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘MSPને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવા તમામ વિષયો પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિઓ હશે.

ખેડૂતોનું આંદોલન હવે ખતમ થશે?
પીએમ મોદીએ કૃષિ કાયદાને પાછો ખેંચવાની જાહેરાત કર્યા પછી પણ, ખેડૂત સંગઠનોએ વિરોધ પાછો ન લેવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ સંસદની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખશે. હવે સવાલ એ છે કે શું મોદી કેબિનેટે કૃષિ કાયદાને પાછો ખેંચવાની દરખાસ્તને મંજૂરી આપ્યા બાદ ખેડૂતોનું આંદોલન સમાપ્ત થશે.

ખેડૂતો એક વર્ષથી ધરણા પર બેઠા છે:
નવા કૃષિ કાયદા સામે ખેડૂતોનો વિરોધ એક વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર રોકાઈ રહ્યા છે. અગાઉ સરકારે કાયદામાં ફેરફારની જાહેરાત કરી હતી. આ અંગે સરકાર અને ખેડૂતો વચ્ચે અનેકવાર વાટાઘાટો થઈ હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *