કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાતની મુલાકાતે, કઈક નવા-જૂની થવાના એંધાણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તાર એવા ગાંધીનગરમાં લોકસભાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તાર એવા ગાંધીનગરમાં લોકસભાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને તેમની સાથે સાથે ગાંધીનગર અને અમદાવાદમાં બનેલા જુદા જુદા બ્રીજનું પણ લોકાર્પણ કરશે.

આ મુજબનો છે મુલાકાત કાર્યક્રમ:
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાતની મુલાકાતે…
બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાતના પ્રવાસે…

અમિત શાહ પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કર્યો નું કરશે લોકાર્પણ..
અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગર માં બનેલા અલગ અલગ બ્રીજ નું કરશે ઉદ્ઘાટન…
અમિત શાહ ચાર વિધાનસભાઓમાં અર્બન ફોર્સ્ટ માટે કરશે વૃક્ષા રોપણ…
અમિત શાહ અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસ કાર્યોની કરશે સમીક્ષા…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં આવેલ વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રીજનું પણ લોકાર્પણ કરશે. સાથે તે જ ખોડીયાર કન્ટેનર ડેપો ફ્લાયઓવર બ્રીજનું પણ લોકાર્પણ કરશે. ત્યાર બાદ નવનિર્મિત રેલવે ઓવરબ્રીજ તેમજ પાનસર છત્રાલ રેલવે ઓવરબ્રીજનું પણ લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 21 જૂને કલોક APMCના નવા મકાનનું પણ લોકાર્પણ કરશે અને તેમની સાથે રૂપાલ અને કોલવડા ખાતે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત પણ લેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ  સરકારી અધિકારીઓ સાથે બેઠક કરીને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ચાર વિધાનસભાઓ માં અર્બન ફોર્સ્ટ માટે અમિત શાહની હાજરીમાં કરવામાં આવશે વૃક્ષા રોપણ. જયારે બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રી અચાનક જ ગુજરાત આવતા રાજકીય અટકળો તેજ થઇ છે.

નોંધનીય છે કે અમિત શાહ આગામી વિધાનસભાની ચુંટણી અંગે પણ આગેવાનો સાથે બેઠક કરી શકે છે. ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘરી રહ્યું છે અને કોરોનાની બીજી લહેરનો પણ ધીમે ધીમે અંત આવી રહ્યો છે. પ્રવાસ દરમિયાન અમિત શાહ 21 જૂને બોડકદેવમાં વેક્સિનેશન કેન્દ્રની મુલાકાત લઈ શકે તેવું સુત્રો દ્વારા જાણકારી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *