કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર આ ખાસ કારણોસર કરશે ગુજરાતની મુલાકાત

Published on: 12:21 pm, Thu, 14 October 21

કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) તથા બીજેપી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિત શાહ (Amit Shah) ને લઈ હાલમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત (Gujarat) માં 11 જાન્યુઆરીના રોજ એક દિવસની મુલાકાત માટે આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સરકારી કાર્યક્રમોની સાથોસાથ પ્રદેશ બીજેપીના સંગઠનનો કોયડો ઉકેલ્યો હતો. ગયા વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારની મોડીરાત્રે અમદાવાદમાં આવ્યા હતા તેમજ સવારમાં તેઓ એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપીને બપોરે ગુજરાત સરકાર તેમજ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે અતિ મહત્વની બેઠક કરી હતી.

11 જાન્યુઆરીએ તેઓએ ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં સવારે 10.30 વાગ્યે ‘વિશ્વાસ પ્રોજેક્ટને’ રજુ કર્યો હતો. આની સિવાય અમિત શાહ કમાન્ડિંગ ઈન કંટ્રોલ રૂમની મુલાકાત લઇને ખુલ્લો મુક્યો હતો. તેઓ ગાંધીનગર રેલવે સ્ટેશનની પણ મુલાકાત માટે ગયા હતા તેમજ આની જાણ ગૃહરાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.

હાલમાં સમાચાર સામે આવ્યા છે કે, ફરી એકવાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતનું મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 19-20 ઓકટોબરના રોજ અમદાવાદમાં આવી રહ્યા છે. તેમના વતન માણસામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહ-પરિવાર સાથે ઉપસ્થિત રહેશે.

આની ઉપરાંત 31 ઓકટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડીયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી સાથે પણ હાજર રહેશે. આમ, છેલ્લા થોડા સમયથી તેઓની ગુજરાત મુલાકાત વધતી જઈ રહી છે. કોઈને કોઈ કારણોસર અવારનવાર ગુજરાત આવતા રહેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.