ગુજરાતના આ આઠ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, સક્રિય થયા અંબાલાલ પટેલ

Published on Trishul News at 11:49 AM, Mon, 18 April 2022

Last modified on April 18th, 2022 at 11:49 AM

હાલ કાળઝાળ ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવેલ અનુમાન અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, લો-પ્રેશરના કારણે 20 એપ્રિલને બુધવારના રોજ ગુજરાતના આઠ જેટલા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે.

તેમજ હવામાન વિભાગ દ્વારા અમરેલી, ભરૂચ, ભાવનગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી અને વડોદરામાં બુધવારના રોજ હળવાથી મધ્યમ વરસાદની સાથે સાથે વાવાઝોડાની પણ શક્યતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત રાજ્યના આ ભાગોમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે તેવી પણ શક્યતા છે.

આ પહેલા થોડા દિવસો દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. જયારે સોમવારના રોજ મહત્તમ તાપમાન અંદાજીત 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે તેવી શક્યતા છે.

અમદાવાદમાં વરસાદ આવવાની કોઈ સંભાવના નથી, પરંતુ અન્ય જિલ્લાઓમાં વરસાદ આવવાને કારણે શહેરમાં તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસથી નીચે જઈ શકે છે. અમદાવાદમાં બીજા ક્રમનું સૌથી વધુ મહત્તમ તાપમાન  રવિવારે રાજ્યમાં 42.4 ડિગ્રી સેલ્સિયસ સાથે નોંધાયું હતું.

તેમજ ગુજરાતના રાજકોટમાં રવિવારના રોજ 42.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ સ્થળ હતું. આ ઉપરાંત અમદાવાદ અને ત્યારબાદ સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી સેલ્સિયસ સાથે ત્રીજુ સૌથી ગરમ સ્થળ નોંધાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ગુજરાતના આ આઠ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, સક્રિય થયા અંબાલાલ પટેલ"

Leave a comment

Your email address will not be published.


*