લગ્નનની લાલચ આપી બોયફ્રેન્ડે ગુજાર્યો બળાત્કાર, ઉતાર્યો અશ્લીલ વીડિયો અને કરી દીધો વાઈરલ

Published on: 6:23 pm, Wed, 13 January 21

યુપીના બરેલીમાં ફરીવાર એક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે, યુવતીના પ્રેમીએ તેના લગ્નના બહાને પહેલા તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેનો વીડિયો બનાવી તેના મિત્રોમાં શેર કર્યો હતો. ત્યારબાદ મિત્રોએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સગીરા પર ગેંગરેપ કર્યો હતો. હાલ આરોપી સામે ગેંગરેપ સહિતની અન્ય કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, તમામ આરોપીઓ હજી ફરાર છે.

મંગળવારે બરેલીમાં રહેતી સગીરાના સંબંધીઓ સાથે પોલીસ મથક ગઈ હતી. ત્યાં તેને એવું કહ્યું હતું કે, નગરમાં રહેતા એક છોકરાએ લગ્નના બહાને એક વર્ષ તેની સાથે બળાત્કાર કર્યો હતો. યુવકે તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. પરંતુ ત્યારબાદ તેણે આ વીડિયો તેના ચાર મિત્રોમાં વહેંચી દીધો.

આરોપ છે કે, વીડિયો મળ્યા પછી મિત્રોએ યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જાનથી મારી નાખવાની ધમકી આપીને આ લોકોએ પણ તેની સાથે બળાત્કાર કર્યો હતો અને બાદમાં વીડિયો વાયરલ કર્યો હતો.

વીડિયો વાયરલ થયા પછી જ્યારે આ બાબત યુવતીના ઘરે જણાઈ ત્યારે તેઓએ તે અંગે યુવતીની પૂછપરછ કરી. ત્યારબાદ આખો મામલો બહાર આવ્યો હતો. સોશિયલ મીડિયા પર યુવતીના અભદ્ર ફોટા અને વીડિયો વાયરલ થયા બાદ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

બનાવની માહિતી મળ્યા બાદ યુવતીના સબંધીઓ દ્વારા એએસપી સત્યનારાયણ પ્રજાપતિને આ કેસની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના પગલે પાંચ આરોપી યુવકો વિરુદ્ધ સામુહિક બળાત્કાર, આઈટી એક્ટ અને ધમકી આપવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે, આરોપીઓ હજી પોલીસની પકડમાં આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle