સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ખેલાયો ખૂની ખેલ: નજીવી બાબતે ઉભી થઇ મોટી બબાલ અને…

સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં એક વૃદ્ધની હત્યા થઈ હતી. જેમાં એક વ્યક્તિની ઘરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઉપલેટાના સોમનાથ મહાદેવ મંદિરમાં 2…

સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં એક વૃદ્ધની હત્યા થઈ હતી. જેમાં એક વ્યક્તિની ઘરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઉપલેટાના સોમનાથ મહાદેવ મંદિરમાં 2 દિવસ પહેલા એક વૃદ્ધની લાશ મળી હતી. તપાસમાં લાશને ગડદાપાટુનો માર માર્યો હતો. સાથેસાથે માથામાં અને પેટના ભાગે મારના નિશાન જોવા મળ્યા હતા.

આ બનાવમાં ઉપલેટાના બસ સ્ટેન્ડ સામેના વણકર વાસના રહેવાસી માધવજીભાઈ ઉર્ફે બટુકભાઈ વિંઝુડાની હત્યા કરવામાં આવી હતી. માધવજીભાઈ વિંઝુડા સોમનાથ મહાદેવના મંદિરે એકલા બેઠા હતા ત્યારે નારણભાઇ પોલાભાઈ ઘુલ ત્યાં આવેલ હતા.

જમવાની બાબતને લઈને ઝગડો થયો હતો અને આ ઝગડો એટલો ઉગ્ર થઇ ગયો હતો કે, નારણભાઇએ માધાવજીભાઈ સાથે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. મારામારીમાં તેને શરીરે ગડદાપાટુનો માર મારવાથી જમીન પર પડી ગયા હતા. જેને લઈને માધવજીભાઈનું મોત નિપજ્યુ હતું. નારણભાઇ માધવજીભાઈને મારીને ત્યાંથી ભાગી ગયો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતા ઉપલેટા પોલીસે આરોપીને પકડવા પ્રયત્ન કર્યા હતા અને આરોપીને કલાકોમાં જ પકડી પડ્યો હતો. પકડાયેલ આરોપી નારણભાઇ વિરુદ્ધ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે અને તેને અવારનવાર પ્રોહીબીસનના ગુનામાં પકડાઈ ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *