અર્થશાસ્ત્ર માં નોબેલ પ્રાઈઝ વિજેતા અમર્ત્ય સેનએ ભાજપને ગણાવ્યો સમાજના ભાગલા પડાવતો પક્ષ વાંચો વધુ…

Published on Trishul News at 12:10 PM, Sat, 12 January 2019

Last modified on April 21st, 2021 at 11:23 AM

નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનું કહેવુ છે કે, ભાજપ સમાજને ભાગલા પાડવાની નીતિઓથી કામ કરી રહ્યું છે તેમણે 10 ટકા અનામત દેવાના નાગરીકતા બિલ ને ભેદભાવયુક્ત ગણાવ્યું  છે. અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને સામાન્ય વર્ગને આર્થિક રૂપથી પછાત હોય તેવા લોકોને 10 ટકા અનામત દેવાની જાહેરાત અને એક અવ્યવસ્થિત વિચાર ગણાવ્યો છે. તેમણે આ નિર્ણયને ગંભીર રાજનૈતિક અને આર્થિક પડશે તેવું અવલોકન કર્યું છે.

અમૃત અને મોદી સરકારને યુપીએ સરકારના શાસન દરમિયાન થયેલી આર્થિક વૃદ્ધિને જાળવી તો રાખી છે, પરંતુ તેને નવી નોકરીઓનું સર્જન, ગરીબી ઓછી કરવી કે પછી સારું સ્વાસ્થ્ય અને શિક્ષામા બદલવામાં નિષ્ફળ રહ્યા છે. સામાન્ય વર્ગ ના આર્થિક રીતે પછાત લોકોને સરકારી નોકરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત દેવાની સરકાર ને જાહેરાત પર જણાવ્યું છે કે, ઉંચી જાતી વાળા પરંતુ ઓછી આવક વાળા લોકો આ જાહેરાતનો લાભ લઈ શકશે નહિ. તેમના માટે આ સમસ્યા કાયમ જ રહેશે.

મહાન અર્થશાસ્ત્રી વધુમાં મોદી સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે, રોજગાર નિર્માણ, દેશના લોકોમાં અસામનતા દૂર કરવી તેમજ ગરીબી હટાવવા સ્વાસ્થ્ય અને શિક્ષાના વિષયમાં પણ આર્થિક વિકાસ થઇ શકતો હતો. પરંતુ તે થઈ શક્યો નથી. તેમણે નોટ બંધી અને જીએસટીનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે, નોટ બંધી ખૂબ જ નકારાત્મક રહી અને તેની ખરાબ આર્થિક અસર પણ પડી. જે રીતે જીએસટી લાગુ કરવામાં આવ્યો તે પણ દેશના અર્થતંત્રને મોટી ખોટ પડી છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની સાથે વાતચીતમાં અને મોદી સરકાર પર પોતાના કરેલા વાયદાઓ પૂરા કરવામાં નિષ્ફળ હોવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું કે ભાજપ સમાજને ભાગલા પાડવાની નીતિઓથી આગળ વધવાનું કામ કરી રહી છે. દેશમાં વધતી જતી અસહિષ્ણુતા પર પણ ભાર મૂક્યો હતો. અમર્ત્ય સેને દેશમાં ભાજપ દ્વારા ચલાવાઈ રહેલી ધર્મની રાજનીતિ વિશે પણ ઉલ્લેખ કરીને સંવિધાનની મૂળ ભાવનાથી વિરોધમાં કામ કરી રહ્યા છે. તેવો અંગત અભિપ્રાય પણ આપ્યો હતો. ખેડૂતોની દેવા માફી ના મુદ્દા પર તેમણે કહ્યું કે દેવા માફી ના થોડા ફાયદા પણ છે અને થોડી સમસ્યાઓ પણ ઉભી થશે પરંતુ સારી યોજનાથી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે.

Be the first to comment on "અર્થશાસ્ત્ર માં નોબેલ પ્રાઈઝ વિજેતા અમર્ત્ય સેનએ ભાજપને ગણાવ્યો સમાજના ભાગલા પડાવતો પક્ષ વાંચો વધુ…"

Leave a comment

Your email address will not be published.


*