ગર્ભવતી મહિલાઓ અને બાળકોને અપાતા ભોજનના સામાનમાં યુરિયા મળી આવ્યું

યુરિયા એ ખેતરોમા ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને જો તે ખોરાકની સાથે તમારા શરીરમાં જાય તો તેની ઘણી આડઅસરો થાય છે અને તેના…

યુરિયા એ ખેતરોમા ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને જો તે ખોરાકની સાથે તમારા શરીરમાં જાય તો તેની ઘણી આડઅસરો થાય છે અને તેના કારણે જીવ જવાની પણ સંભાવના રહેલી છે. 4 વર્ષની નીચેની વયના બાળકોના હાથમાં આ ફુડ પેકેટ આવે તો તેના સફેદ રંગના દાણા શું છે તે સમજવાની બાળકમાં સમજ શક્તિ હોતી નથી, ત્યારે આવી ગંભીર ભુલ કરનારાઓ સામે અહમદનગર વહીવટી તંત્ર અને ખાસ તો મહારાષ્ટ્ર સરકારે કડક પગલા ભરવાની જરૂર છે.

ફૂડ પેકેટમાં યુરિયા હોવા સંબંધી ઘણાં ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રની લાલિયાવાડી જાહેર. મહારાષ્ટ્રના અહમદનગરમાં આંગણવાડીની મહિલાઓને આપવામાં આવતા ફૂડ પેકેટમાં ખાવાની વસ્તુને સ્થાને યુરિયા મળી આવતા ચકચાર મચી છે. ફૂડ પેકેટેમાંથી યુરિયા મળી આવ્યું હોવાના ઘણાં ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. યુરિયામાં ઝેર હોય છે.અને જો તે કોઇ વ્યક્તિ ખાઇ લે તો તેનો જીવ પણ જઇ શકે છે.

મહારાષ્ટ્રના વહીવટી તંત્ર દ્વારા આટલી મોટી ભુલ થવા છતાં અધિકારીઓમાં એ મામલે લાગણીશૂન્યતા હોવાનું જણાઇ રહ્યું છે અને તેમને મન આ કોઇ મોટી વાત નથી એવી તેમની પ્રતિક્રિયા રહી છે.

અહેવાલો અનુસાર આંગણવાડી કેન્દ્રમાં ગર્ભવતી મહિલાઓ અને 4 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવતા ફૂટ પેકેટમાં મોટી માત્રામાં યુરિયા હોવાનું જણાયું છે. કેટલાક પેકેટમાંથી તો માત્ર યુરિયા જ નીકળ્યું છે. આ વાત જાહેર થતાની સાથે વહીવટી તંત્રની દોડધામ વધી છે, જો કે તંત્રથી થયેલી આ ચુક પર ઢાંક પિછોડો કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

જો કે આ યુરિયા વાળા ફૂ઼ડ પેકેટના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાને કારણે અહમદનગરના તંત્રની લાલિયાવાડી જાહેર થઇ ગઇ છે અને તેના કારણે હવે આખા મહારાષ્ટ્રની આંગણવાડીઓમાં આવું જ ચાલતું હોવાની શંકાઓ થવા માંડી છે. રાજ્ય ની ભાજપ સરકાર દ્વારા હજુ સુધી આ મામલે કંઇ કહેવાયું નથી, પણ એ નક્કી છે કે આગામી દિવસોમાં આ મામલે અધિકારીઓને સાણસામાં લેવાશે. જો કે અહમદનગરની આંગણવાડીમાં મહિલાઓ અને બાળકોને અપાતા ફૂડ પેકેટમાંથી યુરિયા નીકળવાની ઘટનાને પગલે એવી વાતો પણ થવા માંડી છે કે રાજ્ય સરકારનું આ મામલે કોઇ જાતનું આયોજન ન હોવાને કારણે વહીવટી તંત્ર પણ તેની યોગ્ય દેખરેખ કરતું નથી અને તેના પરિણામે આ પ્રકારની ઘટના બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *