મોદી સરકારના કલમ 370 ઐતિહાસિક નિર્ણય પર અમેરિકા શું બોલ્યું ? જાણો વધુ

177
TrishulNews.com

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સંયુકત રાજ્ય અમેરિકા એ તમામ પક્ષોને એલઓસી પર શાંતિ અને સ્થિરતા બનાવી રાખવાની અપીલ કરી છે. સોમવારના રોજ મીડિયા સાથે વાત કરતાં અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવકતા મોર્ગન ઓર્ટાગસ એ કહ્યું કે અમેરિકા ભારત સરકાર દ્વારા કલમ 370ને હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

ઓર્ટાગસે પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે અમે નિયંત્રણ રેખા પર તમામ પક્ષોને શાંતિ અને સ્થિરતા બનાવી રાખવાની અપીલ કરીએ છીએ. જમ્મુ-કાશ્મીરને સ્પેશયલ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવાના સંબંધમાં પૂછવા પર તેમણે કહ્યું કે અમે જમ્મુ કાશ્મીરની ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે જમ્મુ-કાશ્મીરના સંવૈધાનિક દરજ્જામાં ફેરફારની ભારતની જાહેરાત અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાની યોજનાને સંજ્ઞાનમાં લીધી છે.

પ્રવકતાએ કહ્યું કે ભારતે જમ્મુ-કાશ્મીરમાં કાર્યવાહીને સંપૂર્ણપણે આતંરિક મામલો ગણાવ્યો છે. જો કે આ દરમ્યાન તેમણે જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોના કથિત ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી. પ્રવક્તાએ કહ્યું કે અમે (જમ્મુ-કાશ્મીરમાં) ધરપકડના સમાચારો પર ચિંતિત છીએ અને લોકોના અધિકારોનું સમ્માન તથા પ્રભાવિત સમુદાયો સાથે ચર્ચાની અપીલ કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Loading...