એકપણ રૂપિયાના ખર્ચા વગર, ઘરે જ એક વખત બનાવી લો નેચરલ તેલ- ખરતા વાળ અને સફેદ વાળની સમસ્યા થશે દુર

Published on: 4:11 pm, Tue, 30 November 21

મોટાભાગના લોકો વાળ ખરવા અને વાળ સફેદ થવાની સમસ્યાથી પરેશાન છે. તેની પાછળ ઘણા કારણો હોય શકે છે જેમ કે પ્રદૂષણ, અસંતુલિત ખોરાક, સૂવાનો અને જાગવાનો ખોટો સમય. તે ઉપરાંત વાળની ​​બીજી પણ એક સમસ્યા હોય છે જે ઠંડી પડતાની સાથે જ શરૂ થઈ જાય છે. આ સમસ્યા શિયાળામાં થતી ડેન્ડ્રફની છે. તે ખોપરી ઉપરની ચામડી પર સફેદ પોપડા જેવું લાગે છે. સામાન્ય ભાષામાં, તેને ખોડો પણ કહેવામાં આવે છે.

પ્રાકૃતિક તેલ એ ઉત્તમ ઉપાય છે.
શિયાળામાં ખોડો ટાળવા માટે, 3 કુદરતી તેલ ખૂબ સારા પરિણામ આપે છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ તેલ વાળ ખરતા અને સફેદ થતા અટકાવવાનું કામ કરે છે. તેથી, શિયાળા દરમિયાન આ કુદરતી તેલનો ઉપયોગ કરવો એ આપણા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેલ ખોપરી ઉપરની ચામડીને શુષ્ક થવાથી બચાવે છે, ઉપરાંત તે આપણને જરૂરી પોષણ તત્વ આપે છે.

લીમડાનું તેલ:
લીમડાનું તેલ એક એવું કુદરતી તેલ છે જે વાળની ​​શુષ્કતા દૂર કરે છે અને તેમાં રહેલા ડેન્ડ્રફને થતા અટકાવે છે. આ ઉપરાંત લીમડામાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે વાળને અનેક સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. આ તેલ બનાવવા માટે લીમડાના સૂકા પાનને બારીક પીસી લો અને ત્યાર પછી તેમાં ઓલિવ ઓઈલ મિક્સ કરો. તેને વાળના મૂળમાં લગાવો અને 1 થી 2 કલાક પછી તમારા વાળમાં શેમ્પૂ કરી લો. આના કારણે ન તો ડેન્ડ્રફ થશે, ન તો વાળ ખરશે અને ન તો તમારા વાળ સફેદ થશે.

તલનું તેલઃ
તલના તેલમાં ભરપૂર પ્રમાણમાં ફેટી એસિડ હોય છે, જે વાળની ​​શુષ્કતા દૂર કરે છે. તેમજ તલના તેલમાં મળી આવતા વિટામીન A અને C તમારા વાળને ગ્રોથ આપે છે. આ તેલને અઠવાડિયામાં ત્રણ વખત વાળમાં સારી રીતે લગાવો. થોડા દિવસોમાં જ વાળના સ્વાસ્થ્યમાં ફરક સ્પષ્ટ દેખાશે.

નાળિયેર તેલ:
નારિયેળ તેલ દરેક ઋતુમાં વાળમાં લગાવવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ખોડો દૂર કરવા માટે નારિયેળના તેલમાં કપૂર મિક્સ કરીને લગાવો. તેમજ, વાળને સફેદ થતા અટકાવવા માટે, મેથીના દાણાને નારિયેળના તેલમાં ઉકાળો અને તેમાં ડુંગળીનો રસ મિક્સ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati