ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

શું તમે આ પ્રકારનું સેનિટાઈઝર વાપરો છો? તો થઇ જજો સાવધાન- તમને આવી જશે અંધાપો

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેનાં કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચૂક્યાં છે. આવાં સમયગાળામાં સરકાર દ્વારા મુખ્યત્વે 2 નિયમોનો અમલ થયો છે, કે પ્રથમ તો ફરજીયાતપણે માસ્ક ફેરી રાખવું તથા હાથને વારંવાર સેનિટાઈઝ વડે સાફ રાખવાં. જેને લઈને એક મોટાં સમાચાર સામે આવી રહ્યાં છે.

કોરોના વાઈરસની મહામારીએ આખી દુનિયામાં તેનો પગપસારો કર્યો છે. આ મહામારીએ દસ્તક દેતાં જ મેડિકલ સ્ટાફથી લઈને સામાન્ય માણસો પણ પર્સનલ હાઈજીન માટે વધુ ચિંતિંત બન્યા છે. વારંવાર સાબુ તથા હેન્ડવોશથી હાશ ન ધોવા પડે અને વધુ સરળ રીત હાથને ડિસઈન્ફેક્ટ એટલે, કે જંતુમુક્ત કરી શકાય એ માટે મહામારીના આ કપરા સમયમાં હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ મોટાં પ્રમાણમાં થવા લાગ્યો છે.

પણ તેના વધુ પડતાં ઉપયોગથી આપને ઘણી મુશ્કેલી ભોગવવાનો વારો આવી શકે છે. અમેરિકાની સ્વાસ્થ્ય સંસ્થા એટલે, કે FDA – ‘ફૂડ એન્ડ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન’ એ ચેતવણી આપતા જણાવતાં કહ્યું છે કે, હેન્ડ સેનિટાઈઝરમાં રહેલ ટોક્સિક આલ્કોહોલથી અંધાપા સહિતની ઘણી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે.

FDAએ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતાં પહેલાં જ તેના કન્ટેન્ટ એટલે, કે તે કયા પ્રકારના દ્વવ્યો કે તત્ત્વોમાંથી બનાવવામાં આવેલ છે, તે ચકાસવાની પણ સલાહ આપવામાં આવી છે. FDAના જણાવ્યા મુજબ, વુડ આલ્કોહોલ એટલે, કે મીથેનોલનું પ્રમાણ ધરાવતા હેન્ડ સેનિટાઈઝરથી સ્વાસ્થ્યને પણ ઘણું નુક્સાન થઈ શકે છે.

FDAના કમિશનર સ્ટીફનના જણાવ્યા મુજબ, હેલ્થ કેર વર્કર્સ અને ગ્રાહકોએ મીથેનોલયુક્ત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ પણ ટાળવો જ જોઈએ. ઈન્ટરનેશનલ હેલ્થ રિપોર્ટ્સ મુજબ મીથેનોલ સહિતના હાનિકારક કેમિકલ ધરાવતાં હેન્ડ સેનિટાઈઝરના ઉપયોગથી પણ ઊલટી, અંધાપો, સ્ટ્રોક, કોમા સહિતની ગંભીર બીમારીઓ પણ આપને થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.