મને અડતા નહીં હું કોરોના પોઝિટિવ છું, કહી ગાડી આગળ સુઈ ગયો યુવક અને પછી….

ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં બેગમપુર ચાર રસ્તા પર એ સમયે હડકંપ મચી ગયો જ્યારે એક વ્યક્તિ પોતાને કોરોના પોઝિટિવ જણાવી કાર આગળ સુઈ ગયો. ચાર…

ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં બેગમપુર ચાર રસ્તા પર એ સમયે હડકંપ મચી ગયો જ્યારે એક વ્યક્તિ પોતાને કોરોના પોઝિટિવ જણાવી કાર આગળ સુઈ ગયો. ચાર રસ્તા વચ્ચે આ વ્યક્તિ વારંવાર કહી રહ્યો હતો કે તે કોરોના પોઝીટીવ છે. યુવકનું કહેવું છે કે ઘણીવાર કહેવા છતાં સ્વાસ્થ્ય વિભાગ મારી તપાસ નથી કરાવવી રહી. જેનાબાદ પોલીસ સ્ટેશનમાં યુવકે કોઈપણ રીતે સમજાવી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચ્યો.

ચાર રસ્તા વચ્ચે કોરોના પોઝિટિવ શબ્દ સાંભળતા જ પોલીસ અને સામાન્ય જનતા ડરી ગઈ હતી. યુવકે રોડ વચ્ચે જ ખૂબ હંગામો કર્યો અને એક ઘર આગળ વધી ગયો. એટલું જ નહીં તેણે સ્વાસ્થ્ય વિભાગ પર લાપરવાહીનો આરોપ પણ લગાવ્યો. તેનું કહેવું હતું કે હું કોરોના પોઝિટિવ છું તેમ છતાં સ્વાસ્થ્ય વિભાગ મારી તપાસ નથી કરી રહ્યું. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી જ્યારે પોલીસકર્મીએ તેને હટાવવા માટે આગળ વધ્યા તો તે બોલ્યો મને અડશો નહિ હું કરણા પોઝિટિવ છું. આ સાંભળતાની સાથે જ પોલીસ પણ પાછળ હટી ગઈ. હંગામા બાદ પણ તમામ લોકોએ આ યુવક સાથે અંતર બનાવીને રાખ્યું. તેને બિલકુલ અલગ બેસાડવામાં આવ્યો હતો અને પાણી પીવડાવવામાં આવ્યું.

જ્યારે એમ્બ્યુલન્સ આવી તો યુવકના સુર બદલાઈ ગયા. તે એમ્બ્યુલન્સમાં બેસવા માટે આનાકાની કરવા લાગ્યો. પોલીસે કહ્યું કે યુવક નાટક કરતો હતો અથવા પછી તેને હકીકતમાં કોઇ સમસ્યા છે તે તો તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ મેરઠના આ ચાર રસ્તા પર થોડીવાર માટે હંગામા બાદ સન્નાટો છવાઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *