ગુજરાત: સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં બસે એકસાથે 5 વાહનોને મારી ટક્કર – આટલા બાળકોના ઘટનાસ્થળે થયા કરુણ મોત

Published on: 6:36 pm, Tue, 20 October 20

ગુજરાતમાં ઘણીવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક અકસ્માતની ઘટના રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાંથી સામે આવી રહી છે. વડોદરા શહેરમાં આવેલ પાદરામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જ્યાં બેફામ બસ ચાલકે કુલ 5 વાહનને ટક્કર મારી છે.

આ ઘટનામાં કુલ 2 લોકોના મોત થયા છે. મળેલ જાણકારી મુજબ મૃતકોમાં કુલ 2 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે કુલ 1 વ્યક્તિને ઈજા પહોંચી છે. મળી રહેલ જાણકારી મુજબ, પાદરા જંબુસર હાઇવે પર પાદરાના ફુલબાગની રસ્તા પર બેફામ ગતિએ ચાલતી લકઝરી બસે કુલ 5 વાહનોને અડફેટે લેતા મોટો અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કુલ 2 બાળકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. જયારે કુલ 1 મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો. ડભાસા તરફથી આવિ રહેલ લકઝરી બસે પાદરાના ફુલબાગ પહેલા આઇસર તથા અન્ય પાર્ક કરેલ કુલ 2 ફોરવ્હીલર વાહન પછી રોંગ સાઈડના કુલ 2 બાઇકને પણ અડફેટમાં લઇ લેતાં ભયંકર અકસ્માત સર્જ્યો હતો.

આ ઘટનાને કારણે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તથા સ્થાનિક લોકો દ્વારા પોલીસની સાથે જ 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તથા કુલ 2 બાળકોના મૃતદેહને સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle