વહેલી સવારમાં વડોદરા હાઈવે પર ટ્રક અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત

Published on: 12:03 pm, Sun, 1 August 21

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે માર્ગ અકસ્માતની આવી જ એક ખુબ ભયંકર ઘટના સામે આવી છે. વડોદરા નજીક આવેલ ફર્ટીલાઇઝર બ્રિજ પાસે વહેલી સવારમાં અમદાવાદથી સુરત તરફ જઈ રહેલ ટ્રેલર આગળ જતાં ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં બંને વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ગોઝારા અકસ્માતની આ ઘટનામાં ટ્રેલરના કેબિનમાં ફસાઇ ગયેલ ટ્રેલર ચાલક સહિત 2 લોકોને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા ટ્રેલર ચાલકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલમાંથી જાણવા મળી રહ્યું છે. અકસ્માતના બનાવને કારણે થોડા સમય માટે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર-ક્લિનરને બહાર કઢાયા
વહેલી સવારમાં 6 વાગ્યાની આસપાસ અમદાવાદથી સુરત જઈ રહેલ ટ્રેલર આગળ જતી ટ્રકમાં ધડાકા સાથે ભટકાયું હતું. આગળ જતી ટ્રકમાં પાછળથી ધડાકા સાથે ટ્રેલર ઘૂસતા ભટકાયેલા ટ્રેલરના કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાતાની સાથે જ સ્થાનિક લોકો પહોંચી ગયા હતા.

આની સાથે જ ટ્રેલરના કેબિનમાં ફસાઈ ગયેલા ડ્રાઇવર-ક્લિનરને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ સ્થાનિક લોકોથી નીકળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તરત જ ફાયર લાશ્કરો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. જયારે ટ્રેલરમાં ફસાયેલ ટ્રેલર ચાલક તથા ક્લિનરને બહાર કાઢી એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

અકસ્માતને કારણે સર્જાયો ટ્રાફિક જામ: 
આ દરમિયાન અકસ્માતની જાણ છાણી પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતને લીધે સર્જાયેલ ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો. જો કે, આ ઘટનાને કારણે ગણતરીની મિનિટોમાં જ વાહનોની ખુબ લાંબી લાઈનો લાગી ગઇ હતી.

બીજી તરફ પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ કરતા ટ્રેલરમાં ફસાયેલા ચાલકનું નામ દિવાલર શેખ (ઉં.45) હોવાનું સામે આવ્યું હતું. આ ટ્રેલર અમદાવાદથી સુરત તરફ જઇ રહેલ ફર્ટીલાઇઝર બ્રિજથી નીચે ઉતરતી વખતે આગળ જતાં ટ્રકમાં ધડાકા સાથે ભટકાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.